ચૂંટણીનો ધમધમાટ શરૂ! અમિત શાહ આજથી 4 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો શું હશે કાર્યક્રમ?

Gujarat Election 2022: ગૃહમંત્રી અમિત શાહ મોરબીના પીડિતોની મુલાકાત લેશે. જ્યાં તેઓ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછશે. એટલું જ નહીં, આવતીકાલથી 3 દિવસ ભાજપની સંકલન બેઠકમાં પણ અમિત શાહ હાજર રહેશે.

ચૂંટણીનો ધમધમાટ શરૂ! અમિત શાહ આજથી 4 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો શું હશે કાર્યક્રમ?

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ આજકાલમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષોના કેટલાક નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે 7 વાગે અમિત શાહ ગુજરાત પહોંચશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગૃહમંત્રી અમિત શાહ મોરબીના પીડિતોની મુલાકાત લેશે. જ્યાં તેઓ ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછશે. એટલું જ નહીં, આવતીકાલથી 3 દિવસ ભાજપની સંકલન બેઠકમાં પણ અમિત શાહ હાજર રહેશે અને ઉમેદવારોના મંથનમાં અમિત શાહ હાજર રહેશે. આવતીકાલથી કમલમ પર જિલ્લા વાર સંકલન બેઠકો યોજાશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તબક્કાવાર બેઠકો યોજાશે.

નોંધનીય છે કે, હવે ચૂંટણીના વર્ષમાં અમિત શાહ સિવાય ગુજરાતના સહ પ્રભારી સુધીર ગુપ્તા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. જેઓ ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. 3જી તારીખે તેઓ સંકલન બેઠકમાં પણ ભાગ લેશે. કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. તેઓ પ્રદેશ હોદ્દેદારો સાથે પણ આજે બેઠક કરશે. આ બેઠકમાં ભાજપની નબળી બેઠકો અંગે મંથન થશે. 

આ પણ જુઓ વીડિયો:-

આવતીકાલે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. જરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર મતગણતરી 8 ડિસેમ્બરે થશે. 

એવું માનવામાં આવે છે કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news