સુરતમાં આર્કિટેક્ટે બંગલા પર મિત્રોને દારૂ પીવા બોલાવ્યા હતા, અડધી રાત્રે પોલીસ બની મહેમાન
Trending Photos
તેજશ મોદી/સુરત :સુરતમાં વધુ એક હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ છે. અલથાણના એક બંગલામાં ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે રેડ પાડી હતી. જેમા દારૂ પીતા 10 વેપારીઓ પકડાયા છે. એક આર્કિટેક્ટે પોતાના મિત્રોને ઘરે બોલાવીને દારૂની પાર્ટી યોજી હતી.
અલથાણ પોલીસે બાતમીના આધારે દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા. અલથાણના બાલાજી બંગ્લોઝમાંથી 10 વેપારી દારૂ પીતા પકડાયા છે. આર્કિટેક્ટ ધ્રુપદ રાઠોડે પોતાના ઘરે મિત્રોને બોલાવી પાર્ટી યોજી હતી. આ તમામ વેપારીઓ અલગ અલગ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેપારીઓ આર્કિટેક, કાપડ વેપારી, ફોટોગ્રાફી, સહિતના અલગ અલગ વેપાર ધંધાઓ સાથે સંકળાયેલા છે.
પોલીસે દરોડો પાડતાં વેપારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે દારૂની મહેફિલમાંથી 3 દારૂની બોટલો અને હુક્કા સહિતનો સામાન જપ્ત કર્યો છે.
કોણ કોણ પકડાયું
ધ્રુપદ જયંતીભાઇ રાઠોડ (36), ચારુલ જીતેંદ્ર બારોટ (32), રુશી હિતેશકુમાર શાહ (30), વત્સલ પારસ ઓઝા (30), અભિષેક પંકજભાઇ શાહ (28), જય હિતેંદ્રભાઇ દેસાઇ (31), આશીષકુમાર ભગવતીલાલ થેમસે (49), હીરેન અમૃતલાલ ભગવાગર (36), નીશાંત અનીલકુમાર મશરુવાલા (30), વિષ્ણુ ભુપેન્દ્રભાઈ મશરુવાલા (32)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે