નમસ્તે ટ્રમ્પ : જો તમે પણ કાર્યક્રમમાં જવા માંગો છો તે આ સમાચાર ખાસ તમારા માટે !

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમને લઇને અમદાવાદમાં જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે તેનાંથી દરેક અમદાવાદી અને ગુજરાતી અભિભુત છે. ત્યારે અમદાવાદીઓ કઇ રીતે આ કાર્યક્રમમાં હાજર રહી શકે તે માટે દોડાદોડી કરી રહ્યા છે. પાસ મેળવવા માટે અમદાવાદીઓ કોર્પોરેશન અને સ્ટેડિયમનાં ધક્કાઓ ખઆઇ રહ્યા છે. જો કે દરેક સ્થળથી તેમને નિરાશા જ સાંપડી રહી છે.
નમસ્તે ટ્રમ્પ : જો તમે પણ કાર્યક્રમમાં જવા માંગો છો તે આ સમાચાર ખાસ તમારા માટે !

અમદાવાદ : અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાનાં છે. આ કાર્યક્રમને લઇને અમદાવાદમાં જે પ્રકારે તૈયારીઓ ચાલી રહી છે તેનાંથી દરેક અમદાવાદી અને ગુજરાતી અભિભુત છે. ત્યારે અમદાવાદીઓ કઇ રીતે આ કાર્યક્રમમાં હાજર રહી શકે તે માટે દોડાદોડી કરી રહ્યા છે. પાસ મેળવવા માટે અમદાવાદીઓ કોર્પોરેશન અને સ્ટેડિયમનાં ધક્કાઓ ખઆઇ રહ્યા છે. જો કે દરેક સ્થળથી તેમને નિરાશા જ સાંપડી રહી છે.

60 હેક્ટરમાં રહેલા ગંધાતા કચરાની જગ્યાએ સુરત કોર્પોરેશને બનાવ્યો અનોખો બાગ
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ફક્ત સવાલાખ આમંત્રીતોને જ સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે. આ અંગે શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, સ્ટેડિયમ જવા માટે કોઇ પ્રકારનાં પાસ અમારી પાસે નથી. સ્ટેડિયમમાં માત્ર ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને કલેક્ટર દ્વારા આમંત્રીત કરવામાં આવેલા લોકોને જ પ્રવેશ મળશે. તે સિવાય સામાન્ય નાગરિકોને પ્રવેશવા માટેની કોઇ વ્યવસ્થા નથી. આ ઉપરાંત દરેક જિલ્લાની કેટલીક શાળા અને કોલેજોને વિદ્યાર્થી લઇ આવવા માટે જણાવવામાં આવ્યું છે, તેઓ પોતાની નિયત સંખ્યામાં વિદ્યાર્થીઓ લઇને આવશે.

ગુજરાતના MSME ઊદ્યોગ સાહસિકો માટે ૩૬૦ ડિગ્રી ચેઇન્જની પહેલ, SBI સાથે થયા MoU
કાર્યક્રમ અંગે DCP વિજય પટેલે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાત અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 25 IPS, 200 પોલીસ ઇન્સપેક્ટર (PI), 800 પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI), 10000 પોલીસ કોન્સ્ટેબલ સહિતનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ પાસે 1.5 કિલોમીટર વિસ્તારમાં 25 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. આમંત્રણ વગર કોઇને પણ એન્ટ્રી મળશે નહી. કાર્યક્રમનાં ત્રણ કલાક પહેલા આમંત્રીતોએ પહોંચી જવું પડશે. સ્ટેડિયમમાં પાણીની બોટલ અને ખાણીપીણીની વસ્તુઓ નહી લઇ જવા દેવાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news