તોક્તે વાવઝોડાની અસર: વડોદરામાં સાંજે ભારે પવન ફૂંકાશે, ફાયર સહિતની ટીમો એલર્ટ મોડ પર
પરિવહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પવનના કારણે ધરાશયી થયેલા વૃક્ષને તાત્કાલિક દૂર કરવા વ્યવસ્થા કરવા સૂચના અપાઈ, તો રાત્રીના સમયે પણ વન વિભાગના અધિકારીઓ કચેરી ખાતે હાજર રહેવા નિર્દેશ આપ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાં તોકતે વાવઝોડાની અસરને ખાળવા માટે કલેક્ટર શાલિની અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર સ્પરૂપ પી.એ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવા સંબંધિત વિભાગને સૂચાનઓ આપી હતી. વડોદરા (Vadodara) શહેરની કોવિડ (Covid) હોસ્પિટલની મુલાકાત લઈ જરૂર વ્યવસ્થાની ખાત્રી કરવા માટે સૂચના આપી સાથે જ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે એમ. જી. વી.સી. એલ. ની ટીમને પણ સતત ખડેપગે રહેવા સૂચના આપી હતી.
પરિવહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પવનના કારણે ધરાશયી થયેલા વૃક્ષને તાત્કાલિક દૂર કરવા વ્યવસ્થા કરવા સૂચના અપાઈ, તો રાત્રીના સમયે પણ વન વિભાગના અધિકારીઓ કચેરી ખાતે હાજર રહેવા નિર્દેશ આપ્યા છે. પાલિકાની દરેક વોર્ડ ઓફિસ રાત્રીના સમયે પણ કાર્યરત રાખવા માટે અધિકારીઓને આદેશ આપ્યા છે.
આગની કોઇ પણ ઘટના ના બને તથા જો કોઇ દુર્ધટના થાય તો ફાયરની ટીમ તરત કાર્યવાહી કરે તે રીતે એલર્ટ મોડ ઉપર રહેવા સુચના આપી. એટલું જ નહિ કોર્પોરેશનના ફાયર વિભાગ (Fire Department) ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી એ કહ્યું કે વડોદરામાં સાંજે ભારે પવન ફૂંકાશે. લોકોને બિનજરૂરી ઘરમાંથી ના નીકળવું જોઈએ.
જ્યારે કલેકટર શાલિની અગ્રવાલ એ કહ્યું કે કોરોના હોસ્પિટલોમાં વીજ પુરવઠો ના ખોરવાય તે માટે શહેર અને જિલ્લાની તમામ હોસ્પિટલોને ફરજિયાત ડીઝલ જનરેટર સેટ વસાવી લેવાના રહેશે. સાથે જ ઓકિસજન (Oxygen) નો જથ્થો ના ખૂટે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે