સાચી પડી ભવિષ્યવાણીઓ, દેશમાં વાવાઝોડા સહિત આ ઘટનાઓની વ્યક્ત કરાઈ હતી આશંકા, જાણો શું છે કારણ
એકવાર ફરીથી જ્યોતિષ દ્વારા કરાયેલી ભવિષ્યવાણી સાચી ઠરી. જેને ઝી ન્યૂઝે થોડા દિવસ પહેલા પ્રકાશિત કરી હતી.
Trending Photos
નવી દિલ્હી: એકવાર ફરીથી જ્યોતિષ દ્વારા કરાયેલી ભવિષ્યવાણી સાચી ઠરી. જેને ઝી ન્યૂઝે થોડા દિવસ પહેલા પ્રકાશિત કરી હતી. ઝી ન્યૂઝે 4 એપ્રિલ 2021ના રોજ પોતાની ખબરમાં 5 એપ્રિલના ગુરુના રાશિ પરિવર્તન કર્યા બાદ દેશમાં ચક્રવાતી તોફાન, ભૂકંપ જેવી આફતો આવવાની ભવિષ્યવાણી કરી હતી. આ સાથે જ દેશના કોઈ હિસ્સામાં અશાંતિ સર્જાવવાની પણ જ્યોતિષી ચેતવણી આપી હતી. 5 એપ્રિલના બાદ દેશના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા આવ્યા અને હાલમાં જ વિનાશકારી વાવાઝોડું તૌકતે તબાહી મચાવી રહ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અને ચૂંટણી બાદ હિંસા થઈ.
આસામમાં આવ્યા હતા એક પછી એક 7 આંચકા
ઝી ન્યૂઝે ઉત્થાન જ્યોતિષ સંસ્થાનના ડાઈરેક્ટર જ્યોતિર્વિદ પં. દિવાકર ત્રિપાઠીની જ્યોતિષીય ગણતરીઓના આધારે દેશમાં થનારી ઉથલપાથલ, આફતો અંગે ભવિષ્યવાણીની ખબર પ્રકાશિત કરી હતી. જે સાચી ઠરી. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો મણિપુરમાં ભૂકંપના ઝટકા લાગ્યા. જે રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતાવાળો આંચકો હતો. આ અગાઉ 28 એપ્રિલના રોજ અસમ સહિત પૂર્વોત્તરના અનેક ભાગોમાં ભૂકંપના તેજ આંચકા લાગ્યા. અહીં એક પછી એક ભૂકંપના 7 આંચકા આવ્યા હતા. એજ રીતે ચક્રવાતી તોફાન તૌકતેએ પણ અનેક રાજ્યોને પ્રભાવિત કર્યા. ગઈ કાલે ગોવામાં ખુબ વરસાદ અને આંધીએ અનેક ઝાડ ઉખાડ્યા. જેના કારણે ત્યાં વીજ પૂરવઠો ખોરવાયો.
લોહીથી રંગાઈ બંગાળ ચૂંટણી
હિંસા કે અશાંતિની વાત કરીએ તો આ ભવિષ્યવાણી પણ સાચી પડી. પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન ખુબ હિંસા થઈ. આમ તો આ રાજ્યમાં ચૂંટણી દરમિયાન હિંસાનો ઈતિહાસ રહ્યો છે. પરંતુ આ વખતે પરિણામ સામે આવ્યા બાદ ખુબ હિંસા થઈ. આ હિંસામાં લગભગ ડઝન જેટલા લોકો માર્યા ગયા.
આ ઘટનાઓ પાછળ આ કારણ જવાબદાર
જ્યોતિષની દ્રષ્ટિએ ગુરુનો ગોચર કે રાશિ પરિવર્તન કરવું એક મોટું પરિવર્તન ગણાય છે. કારણ કે શનિ, રાહુ અને કેતુ બાદ ગુરુ જ એક એવો ગ્રહ છે જે એક જ રાશિમાં સૌથી વધુ સમય સુધી રહે છે. સૌથી મોટો ગ્રહ ગુરુ એટલે કે દેવગુરુ બૃહસ્પતિએ 5 એપ્રિલની સવારે 5 વાગે સૂર્યોદય પહેલા પોતાનું રાશિ પરિવર્તન (Brihaspati Rashi change) કર્યું હતું. ગુરુએ શનિદેવની પહેલી રાશિ મકરથી નીકળીને શનિદેવની બીજી રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો.
વિભિન્ન ક્ષેત્રો પર પ્રભાવી અસર છોડે છે ગુરુ
ગુરુના રાશિ પરિવર્તનની તમામ લોકો પર પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે કોઈને કોઈ અસર જરૂર થાય છે. એ જ રીતે દેશ માટે પણ તે અનેક પરિવર્તનોનું કારણ બને છે. સ્વતંત્ર ભારતની કુંડળી કર્ક રાશિ અને વૃષભ લગ્નની છે. આથી દેવગુરુ છઠ્ઠા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી થઈને આઠમા ભાવમાં વિદ્યમાન રહેશે. આ દરમિયાન દેશની અંદર જ કેટલીક જગ્યાઓ પર અશાંતિ થવાના એંધાણ જણાવાયા હતા. આ બાજુ રાહુની દ્રષ્ટિ શનિ પર પડવાના કારણે કુદરતી આફત, પૂર, ભૂકંપ, આગથી નુકસાન, ભૂસ્ખલન, તોફાન, જેવી પ્રાકૃતિ આફતો આવવાની પણ આશંકા વ્યક્ત કરાઈ હતી.
પહેલા પણ સાચી પડી હતી ભવિષ્યવાણી
ઉત્થાન જ્યોતિ સંસ્થાનના નિદેશક જ્યોતિર્વિદ પં.દિવાકર ત્રિપાઠીની જ્યોતિષીય ગણતરીઓ પહેલા પણ સાચી સાબિત થઈ ચૂકી છે. જેમ કે કેદારનાથ ત્રાસદી, નેપાળ ભૂકંપ, રામ મંદિર અંગે કોર્ટનો નિર્ણય તથા નિર્માણ સંબંધી ભવિષ્યવાણીઓ વગેરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે