અમદાવાદમાં ફરી વરસાદ : ઓગણજમાં દીવાલ પડતા 5 મજૂરો દટાયા, ત્રણના મોત

Ahmedabad Rain : વહેલી સવારથી અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ... એસજી હાઈવે, પ્રહલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદ...રિવરફ્રન્ટ પર ભરાયા પાણી...

અમદાવાદમાં ફરી વરસાદ : ઓગણજમાં દીવાલ પડતા 5 મજૂરો દટાયા, ત્રણના મોત

અમદાવાદ :અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. 20 મિનિટમાં વાડજ અને ઉસ્માનપુરામાં એક ઇંચ વરસાદ ખાબક્યો. તો વેજલપુર જીવરાજ તરફ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જીવરાજ, શ્યામલ, પાલડીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદમાં વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અમદાવાદીઓમાં ફરી ડર પેસી ગયો છે કે ક્યાક રવિવાર જેવો વરસાદ ન પડે.

અમદાવાદ શહેરમાં મેઘરાજાની વધુ એક અતિ તોફાની બેટિંગ જોવા મળી. ગુરુવારે સવારના 9 થી 10 દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાયો. 1 કલાકમાં શહેરમાં એવરેજ પોણો ઇંચ વરસાદ નોંધાયો. તો કેટલાક વિસ્તારમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પણ નોંધાયો. ગોતા, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે. 

દીવાલ પડતા 5 મજૂર દટાયા
અમદાવાદમાં સવારથી જ અનેક વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઓગણજ વિસ્તારમાં દશેશ્વર ફાર્મ પાછળ આવેલી કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ પડવાની ઘટના બની છે. ઓગણજ એસપી રિંગ રોડ તરફની દિવાલ ધસી પડી હતી. જેમાં કામ કરતા પાંચ મજૂરો નીચે દટાયા હતા. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દટાયેલા પાંચેય મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જેમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો અન્ય બે મજૂરોને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે. આ ઘટનાને પગલે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. 

જરૂર મુજબ શાળા બંધ રાખવી
અમદાવાદમાં શરૂ થયેલ ભારે વરસાદના કારણે શહેર DEO એ આદેશ આપ્યો કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવા. 

વહેલી સવારથી મુશળધાર વરસાદને પગલે પોલીસનો મોન્સુનનો પ્લાન સક્રિય થયો છે. પોલીસ કમિશ્નરે તમામ અધિકારી કર્મચારીઓને વર્ચ્યુઅલ સ્ટેન્ડ ટુમાં રહેવા આદેશ કર્યો છે. તમામ પીઆઈ/એસીપી/ડીસીપી (ટ્રાફિક સહિત) ના પોલીસ જાહેર જનતાને સહાય પૂરી પાડવા માટે તેમના સંબંધિત વિસ્તારોમાં સક્રિયપણે હાજર રહેવા સૂચન કર્યુ છે.  સરળ ટ્રાફિક ફ્લો  સુનિશ્ચિત કરવા , વાહનો પાણીમાં ફસાઈ જશે અને પરિણામે બંધ થઈ જશે, જેને રસ્તાની એક બાજુએ ખસેડી ટ્રાફિક પ્રવાહ પુનઃસ્થાપિત કરવા પણ આદેશ કરાયો છે. ટ્રાફિક વિભાગ દ્વારા ક્રેનનો પણ ઉપયોગ કરી લોકોને સહાય પૂરી પાડવા માટે AMC સત્તાવાળાઓ સાથે સંકલન કર્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news