શું તમે ક્યારેય બુલેટપ્રૂફ કોફી પીધી છે? જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ

છેલ્લાં કેટલાંક સમયથી બુલેટપ્રૂફ કોફી પીવાનું ચલણ વધી ગયું છે. આ કોફી અનેક સેલિબ્રિટીઝના ડાયેટનો ભાગ છે. જોકે આ પ્રકારની કોફીનો ઉપયોગ લાંબા સમયથી થતો રહ્યો છે. પરંતુ તેને બુલેટપ્રૂફ કોફીનું નામ પછી આપવામાં આવ્યું છે. જાણો તેની શરૂઆત કેવી રીતે થઈ.

શું તમે ક્યારેય બુલેટપ્રૂફ કોફી પીધી છે? જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ

નવી દિલ્લી: છેલ્લાં કેટલાંક સમયથી બુલેટપ્રૂફ કોફી પીવાનું ચલણ વધી ગયું છે. આ કોફી અનેક સેલિબ્રિટીઝના ડાયેટનો ભાગ છે. જોકે આ પ્રકારની કોફીનો ઉપયોગ લાંબા સમયથી થતો રહ્યો છે. હિમાલય ક્ષેત્રમાં રહેતા લોકો લાંબા સમયથી તેનું સેવન કરતા  આવ્યા છે. અહીંયા પીવામાં આવતી કોફીમાં બટરનો ઉપયોગ કરવામાં આવે છે. આથી તેને બટર કોફી પણ કહેવામાં આવે છે. વધારે ઉંચાઈ પર રહેનારા લોકો આ પ્રકારના ડ્રિંકનો ઉપયોગ વધારે કરતાં હોય છે.

 

આથી કોફીમાં બટરનો ઉપયોગ કરવામાં આવ્યો:
રિપોર્ટ પ્રમાણે હિમાલયના શેરપા અને ઈથિયોરિયાના ગુરેજ સમુદાયના લોકો સદીઓથી કોફીમાં બટરનો ઉપયોગ કરતાં આવ્યા છે. ઉંચાઈવાળા ક્ષેત્રોમાં રહેનારા લોકો વધારે એનર્જી મેળવવા માટે પોતાની કોફી કે ચામાં માખણ નાંખતા હતા. કેમ કે વધારે ઉંચાઈવાળા ક્ષેત્રોમાં રહેવા અને કામ કરવાથી તેમની કેલરીની જરૂરિયાત વધી જાય છે.  તે સિવાય નેપાળ અને ભારતના હિમાલયી ક્ષેત્રની સાથે-સાથે કેટલાંક વિસ્તારમાં લોકો સામાન્ય રીતે યાકના માખણમાંથી બનેલી ચા પીવે છે. તો તિબ્બતમાં બટર ટી, યા પો ચા એક પરંપરાગત પીણું છે.

બટર કોફી કેવી રીતે બુલેટપ્રૂફ બની:
બટર કોફીને બુલેટપ્રૂફ કોફીમાં ફેરવવાનો શ્રેય અમેરિકન એન્ટરપ્રિન્યોર ડાવે એસ્પ્રેને જાય છે. તેમણે 2013માં તેની શરૂઆત કરી. જોકે તેનું કોઈ કનેક્શન બુલેટથી નથી. પરંતુ તેનું નામ એવું રાખવામાં આવ્યું છે. વર્તમાનમાં અમેરિકા, બ્રિટન અને કેનેડામાં આ કોફીનું ચલણ વધારે છે. ભારતમાં હવે તેની લોકપ્રિયતા વધી રહી છે. અનેક ભારતીય સેલિબ્રિટી ડાયેટમાં બુલેટપ્રૂફ કોફીનો સમાવેશ થાય છે. બુલેટપ્રૂફ કોફી કીટો ડાયેટને ફોલો કરનારા લોકોની ડાયેટનો મહત્વનો ભાગ છે. વિશેષજ્ઞોએ તેના અનેક ફાયદા ગણાવ્યા છે. પરંતુ તેને રેગ્યુલર પીવાની યોજના બનાવી રહ્યા છો તો એક્સપર્ટ્સની સલાહ ચોક્કસ લેજો.

ફેટ બર્ન કરે છે આ કોફી:
નિષ્ણાતોનું કહેવું છે કે તેમાં એન્ટીઓક્સિડેન્ટ્સ પૂરતી માત્રામાં હોય છે. અને કોફી શરીરમાં ફેટને ઘટાડવામાં મદદ કરે છે. બટરમાં અનેક પ્રકારના પોષક તત્વ હોય છે, જે શરીર માટે જરૂરી છે. વર્તમાનમાં બટર કોફીનો ઉપયોગ અનેક ફાયદા માટે કરવામાં આવે છે. પરંતુ સૌથી વધારે વેટ લોસ માટે કરવામાં આવે છે. તે શરીરમાં કીટોસિસ પ્રક્રિયાને તેજ કરે છે. જેના દ્વારા શરીરમાં ફેટ બર્ન થાય છે અને આ ફેટ તે માણસની એનર્જીનો સોર્સ બને છે. આ પ્રકારે તેના શરીરની વધારાની ચરબી ઘટવા લાગે છે. જોકે વેટ લોસ માટે તેને પોતાની ડાયેટમાં ચોક્કસ સામેલ કરી શકાય. પરંતુ તની પહેલાં એક્સપર્ટ્સની ચોક્કસ સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news