Income Tax Fraud: Dolo 650 બનાવતી કંપનીની ખુલી પોલ! આ ખેલ વિશે જાણી તમે પણ ચોંકી જશો
Income Tax Fraud: ડોલો 650 બનાવતી કંપની વિશે હવે સીબીડીટીએ નવો દાવો કર્યો છે. સીબીડીટીનો દાવો છે કે કંપનીએ તેમના પ્રોડક્ટને વધારો કરવા માટે 1000 કરોડ રૂપિયાની ગિફ્ટ વહેંચી છે.
Trending Photos
Income Tax Fraud: ડોલો 650 દવા બનાવતી કંપની માઇક્રો લેબ્સને લઇને દરરોજ કોઈને કોઈ ખુલાસો થઈ રહ્યો છે. કંપની પર ઇનકમ ટેક્સ વિભાગના દરોડા બાદ હવે કેન્દ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડની તપાસમાં મોટી જાણકારી સામે આવી છે. સીબીડીટીએ ડોલો 650 બનાવતી કંપની સામે તેમના પ્રોડક્ટને વધારવા માટે ડોક્ટર અને તબીબી વ્યવસાય સાથે જોડાયેલા લોકોને 1000 કરોડ રૂપિયા મફત ભેટ આપવાનો આરોપ લાગ્યો છે.
1.20 કરોડ રૂપિયાની અઘોષિત રોકડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 6 જુલાઈના બેંગલુરૂ સ્થિત માઇક્રો લેબ્સ લિમિટેડના 9 રાજ્યોમાં 36 સ્થળો પર દરોડા બાદ આ દાવો કર્યો છે. સીબીડીટી તરફથી બુધવારના એક નિવેદનમાં જણાવ્યું કે દવા બનાવતી કંપની સામે કાર્યવાહી બાદ વિભાગે 1.20 કરોડ રૂપિયાની અઘોષિત રોકડ અને 1.40 કરોડ રૂપિયાના સોના અને હીરાના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે.
મફત ભેટની રમક 1000 કરોડ હોવાનો અંદાજો
આ વિશે માઇક્રો લેબ્સને મોકલવામાં આવેલા ઇમેઇલનો કંપની તરફથી હાલ કોઈ જવાબ આવ્યો નથી. સીબીટીડીએ કહ્યું, તપાસ અભિયાન દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટા તરીકે આપત્તિજનક પુરાવા મળ્યા છે અને તેમને જપ્ત કરવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર પુરાવાથી સંકેત મળ્યા છે કે ગ્રુપે તેમના પ્રોડક્ટને વધારવા માટે ખોટી પદ્ધતિઓનો પણ આશરો લીધો. આ રીતે મફત ભેટની રકમ 1000 કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે.
સીબીડીટીએ જોકે, તેમના નિવેદનમાં ગ્રુપની ઓળખ કરી નથી. પરંતુ સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ગ્રુપ માઇક્રો લેબ્સ જ છે. તમને જણાવી દઈએ કે, માઇક્રો લેબ્સની ડોલો 650 ટેબલેટના વેચાણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત તેજી આવી છે. એટલું જ નહીં ડોલોના વેચાણે તમામ રેકોર્ડ તોડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની 2020 માં કોવિડ 19 મહામારી સામે આવ્યા બાદ 350 કરોડ ટેબલેટ વેચી છે અને એક વર્ષમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે