મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ વિસ્તારોમાં કરા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Weather Update: બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.
Trending Photos
Gujarat Weather Update: રાજ્યમાં બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.
સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો. અંબાજી પંથકમાં બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભરઉનાળે અંબાજીમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. વરસાદ પડતા ઉનાળુ બાજરીને ભારે નુકસાન થયું છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
સુરેન્દ્રનગરના જોરાવરનગર વઢવાણ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે પવનને લીધે હોડીગ બોર્ડ અને વૃક્ષો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે.
જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ,, વણઝારી ચોકમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.
તેવી રીતે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે.
પોરબંદરના બરડા પંથકમાં વરસાદ શરૂ થયો છે. પોરબંદરના મોઢવાડા, કીંદરખેડા, બગવગર સહિત ના બરડા પંથક મા વરસાદી છાંટા તથા અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી બાદ અડવાણા સહિત આસપાસ ગામે સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. મગ,તલ,ચોળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.
દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના રોજળા, હાથલા,ગળુ, રાણપર તેમજ ભાણવડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સવારથી અહસ્ય ગરમી સાથે વાદળ છાયું વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળી. વરસાદના કારણે કેરીના પાકને નુકશાની ભીતિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે