હાઇકોર્ટનો સરકારને સવાલ, જો ઓક્સિઝન અને દવાની અછત થાય છે તો ત્રીજી વેવ માટે શું કરશો

કોરોના મહામારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કર્યા હતા જેનો જવાબ સરકાર દ્વારા રજૂ પણ કરવામાં આવ્યા છે

હાઇકોર્ટનો સરકારને સવાલ, જો ઓક્સિઝન અને દવાની અછત થાય છે તો ત્રીજી વેવ માટે શું કરશો

આશ્કા જાની/ અમદાવાદ: કોરોના મહામારી અંગે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કર્યા હતા જેનો જવાબ સરકાર દ્વારા રજૂ પણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ હાઈકોર્ટે સરકારને સવાલ કરતાં કહ્યું કે, જો હમણાં ઓક્સિજન અને દવાઓની અછત થયા છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો.. શું પ્લાન છે ત્રીજી વેવ માટે.

ગુજરાત હાઈકોર્ટમાં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, રેમડેસિવિરનો જે જથ્થો આવી રહ્યો છે કેન્દ્રમાંથી તે પૂરતો છે કે માંગ વધારે છે અને કાળા બજારી કઈ રીતે થઈ રહી છે. તેનું ઓપઝર્વેશન કોણ કરે છે. રેમડેસિવિર દરરોજના કેટલા મળી રહ્યા છે અને કેટલા પહોંચાડવામાં આવ્યા છે તેની માહિતી આપી. માંગ પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા છે અને તેની પોલિસી શું છે.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, રેમડેસિવિર માટે શું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. બેડની સાચી માહિતી નથી મળી રહી. માહિતી આપતા બોર્ડ અપડેટ કરવામાં નથી આવતા. કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકારની શું તૈયારી છે. જો હમણાં ઓક્સિજન અને દવાઓની અછત થયા છે તો આગામી ત્રીજી વેવ માટે શું કરશો.. શું પ્લાન છે ત્રીજી વેવ માટે.

ત્યારે સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે, ગુજરાતને સૌથી વધુ રેમડેસિવિરનો જથ્થો મળી રહ્યો છે. વેક્સીનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. 18 અને 45 થી વધુ વયના લોકોનું વેક્સીનેશન શરૂ કર્યું છે. સૌને ઝડપી વેક્સીન મળે તે માટે પ્રયત્ન કરી રહ્યાં છીએ. મ્યુકોરમાઈક્રોસિસ અંગે તમામ દવાઓનો જથ્થો મળી રહે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો દર્દીઓ સુધી પહોંચાડી રહ્યા છીએ.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પરસી કેવિનીએ જણાવ્યું હતું કે, આશા વર્ક્સને વેક્સીન આપવી જોઇએ, કેમ તેમને હજુ સુધી વેક્સીન આપવામાં આવી નથી. તે હેલ્થની મુખ્ય ચેન છે. ટેસ્ટિંગ ઘટડાવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક RTPCR ટેસ્ટ માટેના મશીન છે આ અંગે સરકારે કોઈ માહિતી આપી નથી.

કેન્દ્ર તરફથી મળતો રેમડેસિવિરનો જથ્થો દિવસેને દિવસે ઘટી રહ્યો છે. AMC સાચા ડેટા આપતું નથી. બેડ અંગેની કોઈ સાચી માહિતી મળી રહી નથી. રેમડેસિવિરના કાળા બજારીઓ સામે કામગીરી કરવી જરૂરી છે. નોન કોવિડ બીમારીઓની સારવારમાં પણ ઓક્સિજનની જરૂર પડે છે માટે સરકારે ઓક્સિજનને લઇ યોગ્ય પ્લાન કરવો જોઇએ.

સુનાવણી દરમિયાન મિહિર ઠાકોરે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઇક્રોસિસને લઇને સરકાર પાસે માત્ર 5 હજાર ઇન્જેક્શન છે. જે માત્ર 27 દર્દીને જ સારવાર આપી શકે છે. તો તેના માટે સરકાર શું પ્લાન કરી રહી છે. રેમડેસિવિરને લઇને તત્કાલીન દર્દીને ડિલેવરી કરી પહોંચાડવા માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના આંકડા સાચા મળી રહ્યા નથી.

જો કે આ મામલે હાઈકોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, સરકારે કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે. તેમજ લોકોના સ્થિતિ શું છે તે માહિતી આપો. છોટા ઉદેપુરમાં RTPCR ટેસ્ટ માટે કેટલા મશીન છે. ગ્રામ્ય વિસ્તારમાં રેમડેસિવિર, કોવિડ બેડ, PHC સેન્ટર CHC સેન્ટર અને ઓક્સિજન સહિત તમામ બાબતે શું વ્યવસ્થા છે. આંકડાકીય માહિતીએ કોરોનાનું નિરાકણર નથી.

ત્યારે આ મામલે કમલ ત્રિવેદીએ જવાબ આપતા કહ્યું હતું કે, કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં 7 પ્રાઈવેટ લેબ છે. તેમજ AMC દ્વારા 4 જગ્યાએ ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ ખરાબ છે માટે સરકારનો ફોક્સ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાઓ પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news