ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાર્દિકે ટ્વિટર પર કરી જાહેરાત, 12 માર્ચે કરશે મોટો ધમાકો

આજે ચૂંટણીપંચ દ્વારા દેશમાં લોકસભાની અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે

ચૂંટણીની તારીખો જાહેર થતા જ હાર્દિકે ટ્વિટર પર કરી જાહેરાત, 12 માર્ચે કરશે મોટો ધમાકો

અમદાવાદ : આજે ચૂંટણીપંચ દ્વારા દેશમાં લોકસભાની અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  ચૂંટણી પંચની તરફથી લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા પાસેથી સમર્થન માંગવાની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ સતત અનેક ટ્વીટ કરીને એકવાર ફરીથી મોદી સરકારને પસંદ કરવા માટેની અપીલ કરી. તેમણે ટ્વીટ કર્યું કે, બધાનો સાથ અને બધાનો વિકાસની નીતિ હેઠળ ચાલનારી એનડીએને તમારા આશિર્વાદની જરૂર છે.  

જોકે આની સાથેસાથે પાટીદાર નેતા હાર્દિક પટેલે ચૂંટણીની તારીખો જાહેર થતા જ ટ્વીટ કરીને પોતાના મોટા આયોજનની જાહેરાત કરી દીધી છે. આજે ટ્વીટ કરીને હાર્દિકે જણાવ્યું છે કે તે 12 માર્ચે સત્તાવાર રીતે રાહુલ ગાંધી અને બીજા નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ જશે.

— Hardik Patel (@HardikPatel_) 10 March 2019

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી મુદ્દે તારીખોની જાહેરાત કરી દીધી છે. એટલે કે આજથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરી દીધી છે. રવિવારે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચના મુખ્ય કમિશ્નર સુનિલ અરોરાએ ચૂટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચના અનુસાર લોકસભા ચૂંટણી 2019 માટે 7 તબક્કામાં મતદાન કરવામાં આવશે. બીજી તરફ બિહારમાં તમામ સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news