અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો યોગ્યતા સહિત અન્ય વિગત

Agniveer Air Bharti 2025 Registration: ભારતીય વાયુ સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર એર ભરતી 2025 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 8 જુલાઈથી શરૂ થશે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર અહીં દરેક વિગત જાણી શકે છે. 

અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો યોગ્યતા સહિત અન્ય વિગત

Indian Air Force Agniveer Air Bharti 2025 Registration: ભારતમાં 2022માં અગ્નિવીર યોજના શરૂ થયા બાદ તે સતત ચર્ચામાં છે. દેશમાં વિપક્ષી દળોએ આ નવી યોજનાની આલોચના કરી અને તેના પરિણામો વિશે ચિંતા વ્યક્ત કરી છે. હકીકતમાં એક યુવા ચાર વર્ષના સમયગાળા માટે ડિફેન્સ ફોર્સમાં સેવા કરવા માટે આ યોજના તરફ આકર્ષિત થઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વિંગ કમાન્ડર અભિષેક કટોચે જણાવ્યું કે ભારતીય વાયુ સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર એર ભરતી 2025 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 8 જુલાઈથી શરૂ થશે. અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર ભારતીય વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પરથી જાણકારી મેળવી શકે છે. રજીસ્ટ્રેશન વિન્ડો 8 જુલાઈએ સવારે 11 કલાકથી 28 જુલાઈએ રાત્રે 11 કલાક સુધી ઓપન રહેશે.

જાણો એઝિબિલિટી
વિંગ કમાન્ડર અભિષેક કટોચે જણાવ્યું કે 3 જાન્યુઆરી 2008 અને 3 જુલાઈ 2004 વચ્ચે જન્મેલ કુંવારા પુરૂષ અને મહિલા ઉમેદવાર આ ભરતી માટે એલિઝિબલ છે. ઉમેદવારો વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ, ફિઝિક્સ અને ઈંગ્લિશની સાથે ધોરણ 12 પાસ હોવા જોઈએ, કે આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમમાં કોઈ વિષયમાં 50 ટકા માર્ક્સની સાથે પાસ થયેલા હોવા જોઈએ. જેમાં ઈંગ્લિશમાં 50 ટકા માર્કસ સામેલ છે. 3 વર્ષીય એન્જિનિયરિંગ ડિપ્લોમા કે 2 વર્ષનો વોકેશનલ કોર્સ કરનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે. 

અગ્નિપથ યોજનાની શરૂઆત પહેલા સૈનિકોને આજીવન પેન્શનની સાથે 15 વર્ષથી વધુના કાર્યકાળ પર સશસ્ત્ર દળોમાં ભરતી કરાવવામાં આવતા હતા. 2019થી સશસ્ત્ર દળોમાં ભરતી ત્રણ વર્ષ માટે રોકી દેવામાં આવી હતી. સરકારે આ દરમિયાન મહામારીને જવાબદાર ઠેરવી હતી. આ વચ્ચે 50,000 થી 60000 હજાર સૈનિક દર વર્ષે નિવૃત્ત થતાં રહ્યાં, જેનાથી કર્મીઓની કમી થઈ અને તેની અસર સશસ્ત્ર દળોની પરિચાલન ક્ષમતાઓ પર પડવા લાગી હતી. 

વર્ષ 2020માં નાગરિકોને સ્વૈચ્છિક આધાર પર ત્રણ સર્ષની નાની સેવા માટે સેનામાં સામેલ થવાની મંજૂરી આપવા માટે ટૂર ઓફ ડ્યૂટી યોજના પ્રસ્તાવિત કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ટ્રાયલ કરવાનો હતો, જેની શરૂઆત 100 અધિકારીઓ અને 1000 સૈનિકોના એક ટેસ્ટ સમૂહથી કરવાની હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news