આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
પોતાનું ઈનકમ ટેક્સ બચાવવા માટે તેઓ અમારા ખાતામાં રૂપિયા નાખતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને અમારી ફરિયાદને દબાવવા માટે અમારા પર ખોટી ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું છે.
Trending Photos
ઝી બ્યૂરો/તાપી: જિલ્લાની ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય તબીબ વિરૂદ્ધ ત્યાં ફરજ બજાવી ચૂકેલા બે કર્મચારી યુવતીઓ દ્વારા દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અરજી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ અરજી આપ્યાના 5 દિવસ બાદ તબીબ દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું હતું. જોકે તબીબ પર થયેલા આક્ષેપ મામલે સમગ્ર જિલ્લામાં ચર્ચા એ જોર પકડ્યું છે.
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ખ્યાતનામ હોસ્પિટલ ડો. શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ આઈસીયુના સંચાલક તબીબ ડો.શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ ત્યાં ફરજ બજાવી ચૂકેલ બે યુવતીઓ પૈકી એક યુવતીએ દુષ્કર્મ અને અન્ય યુવતીએ છેડતીની ફરિયાદ અરજી સાથે તબીબ સોશિયલ મીડિયાના માધ્યમથી બીભત્સ વિડિયો અને મેસેજ મોકલતો હોવાનો ખુલાસો કર્યો હતો. જેને લઇ મામલો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
બોગ બનેલ બંને યુવતીઓ એ મીડિયા સામે આવી ડોક્ટર દ્વારા અમારી સામે ત્રણ કરોડ થી વધુ રૂપિયાની જે ઉચાપત ની ફરિયાદ કરી છે તેને યુવતીઓ એ તદ્દન ખોટી બતાવી છે. પોતાનું ઈનકમ ટેક્સ બચાવવા માટે તેઓ અમારા ખાતામાં રૂપિયા નાખતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને અમારી ફરિયાદને દબાવવા માટે અમારા પર ખોટી ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું છે.
તબીબ ડો શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ કરવામાં આવેલ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અરજી બાદ તબીબ મોડા મોડા મીડિયા સમક્ષ આવ્યા હતા અને જણાવ્યું હતું કે આક્ષેપ કરનાર યુવતીઓ દ્વારા હોસ્પિટલ માંથી 3 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે જે અરજી ફરિયાદ વ્યારા પોલીસ મથકમાં આપવામાં આવી છે અને દરેક આક્ષેપો ખોટા છે એમ તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.
હાલ તબીબ વિરૂદ્ધ થયેલ ફરિયાદ અરજી ને લઈ સમગ્ર તાપી ના તબીબ આલમ માં ચકચાર સાથે ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે કરોડો ની ઉચાપત સુધી હોસ્પિટલના તબીબ કેમ ચૂપ રહ્યા એ સવાલ છે ત્યારે સમગ્ર મામલો પોલીસની તપાસ બાદ બહાર આવશે ત્યારે પોલીસ દુષ્કર્મ અને છેડતી તેમજ ઉચાપત મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી ક્યારે કરે છે એ જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે