હાર્દિક પટેલને દિલ્હી દરબારમાં મળી નિરાશા, આ દિગ્ગજ નેતાએ ખખડાવ્યા
Hardik Patel in Delhi : હાર્દિક પટેલની નારાજગી ધીરે ધીરે વધી રહી છે, અને તેના નિવેદનો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને બુલાવો આવ્યો હતો. જેમાં રવિવારે તેઓ દિલ્હી પહોંચ્યા હતા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પાર્ટી વિરુદ્ધ નિવેદનો આવ્યા બાદ ગઈકાલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા. હાર્દિક પટેલનો નિવેદનબાજીનો રઘુ શર્મા દ્વારા દિલ્હીમાં રિપોર્ટ મોકલાયો હતો. જેના બાદ રવિવારે હાર્દિક પટેલ દિલ્હી ગયા હતા. જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે હાર્દિક પટેલને ખખડાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
હાર્દિક પટેલની નારાજગી ધીરે ધીરે વધી રહી છે, અને તેના નિવેદનો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હી કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને બુલાવો આવ્યો હતો. જેમાં રવિવારે તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે સી વેણુગોપાલને મળ્યા હતા. જ્યાં તેમણે ગુજરાત કોંગ્રેસમાં પોતાની અવગણના થતી હોવાનું જણાવ્યુ હતું. પરંતુ કેસી વેણુગોપાલે હાર્દિક પટેલને ઠપકો આપ્યો હતો કે, પક્ષને નુકસાન થાય તેવા નિવેદનો જાહેરમા ન કરવા. જોકે, અધિકારીક રીતે આ મામલાની પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ, હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસની નેતાગીરી વચ્ચેનો ખટરાગ હવે ખૂલીને સામે આવ્યો છે. કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલની અવગણના થાય છે તેવુ તેઓ જાહેરમા બોલી ચૂક્યા છે. આવામાં હાર્દિક પટેલના કોંગ્રેસ છોડવાની વાતોએ જોર પકડ્યુ છે. સૂત્રોએ એમ પણ જણાવ્યુ કે, દિલ્હીમાં હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારી સામે પણ ફરિયાદ કરી છે. આ અંગે દિલ્હી દરબાર દ્વારા રઘુ શર્મા પાસેથી રિપોર્ટ માંગવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં હાર્દિક પટેલની જવાબદારી નક્કી કરવામાં આવશે. ફરિયાદોનું નિરાકરણ લાવવા વેણુગોપાલે હાર્દિક પટેલને ખાતરી આપી છે.
હાર્દિક પટેલ અને નરેશ પટેલની ફરી બેઠક
હાર્દિક પટેલના જે નિવેદનને લઈને પક્ષને નારાજગી છે અને હાર્દિક પટેલ જે મુદ્દે પક્ષ સાથે નારાજ છે તે મુદ્દો નરેશ પટેલનો કોંગ્રેસમાં જોડાવાનો છે. નરેશ પટેલ ક્યારે કોંગ્રેસમાં જોડાય છે તે વિશે હજી કોઈ યોગ્ય માહિતી સામે આવી નથી. પરંતુ આ વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ છે. બંને વચ્ચે કયા મુદ્દે ચર્ચા થઈ તે વિશે ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને આપમાં જોડાવા આમંત્રણ આપી દીધું છે. આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી સંઘર્ષની પાર્ટી છે, અમે લોકો માટે લડીએ અને આવાજ ઉઠાવીએ છીએ. હાર્દિક પણ લોકો માટે અવાજ ઉઠાવે છે, હાર્દિક જેવા લડવૈયાએ આમ આદમી પાર્ટી સાથે જોડાવવું જોઈએ. હાર્દિક સાથે સામાજિક રીતે જોડાયેલા છીએ, હાર્દિક મારો મિત્ર છે એટલે સમયાંતરે સંપર્કમાં રહેતા હોઈએ છીએ. અનેક પ્રકારની વાતચીત મારી અને હાર્દિક વચ્ચે થતી રહેતી હોય છે.
આ પણ વાંચો :
PM મોદીનું મિશન ગ્લોબલ ગુજરાત, આટલા વિદેશી નેતાને ગુજરાત તેડી લાવ્યા છે
Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શુ કહ્યું
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સામે નારાજગી બાદ કોંગ્રેસના જ દિગ્ગજ નેતાઓએ હાર્દિક સામે કટાક્ષ કર્યાં છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, ચર્ચાનો કોઈ મતલબ નથી. તો હાર્દિકના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માએ પ્રતિક્રીયા આપતા કહ્યુ કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય. કોંગ્રેસ પાર્ટીમાં શિસ્ત ખૂબ જરૂરી છે. જો શિસ્ત ન હોય તો પાર્ટી ન ચાલી શકે. અનુસાસનમાં તમામ લોકોએ રહેવું ખૂબ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે