ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલનો નવો દાવ!, જાહેર કર્યું વસિયતનામું
હાર્દિક પર મિલ્કત અંગે સતત આક્ષેપ થઈ રહ્યાં હતાં જેના પર માસ્ટરસ્ટ્રોક મારતા હાર્દિકે આજે પોતાની મિલ્કત અંગેનું વસિયતનામું લેખિતમાં જાહેર કર્યું.
Trending Photos
કિંજલ મિશ્રા/મૌલિક ધામેચા, અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે નવમો દિવસ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે હાર્દિક પટેલની મુલાકાત કરવાના છે. આ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ હાર્દિકને મળ્યાં અને તેમણે હાર્દિકને સમર્થન જાહેર કર્યું. મળતી માહિતી મુજબ હાર્દિકના વજનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાર્દિકને આજે ઉબકા અને ચક્કર આવવાની ફરિયાદ હતી જેના પગલે મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલની મેડિકલ ટીમ હાર્દિકનું ચેકઅપ કરવા પહોંચી હતી અને તેમણે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી જે હાર્દિક ફગાવી દીધી. હાર્દિક હોસ્પિટલમાં દાખલ ન થવા માટે મક્કમ છે. આ બધા વચ્ચે હાર્દિક પર મિલ્કત અંગે સતત આક્ષેપ થઈ રહ્યાં હતાં જેના પર માસ્ટરસ્ટ્રોક મારતા હાર્દિકે આજે પોતાની મિલ્કત અંગેનું વસિયતનામું લેખિતમાં જાહેર કર્યું.
નવો દાવપેચ, જાહેર કર્યું વસિયતનામું
હાર્દિક પટેલે હવે નવો દાવપેચ અજમાવ્યો છે. વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસનાં નવમા દિવસે હાર્દિક પટેલે પોતાનું વસીયતનામું જાહેર કર્યુ હતુ. જેમાં પોતાના પર લાગેલા આક્ષેપોનો જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે હાર્દિકનાં એક્સીસ બેંક એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા છે. હાર્દિકના માતા પિતાને હાર્દિકે નક્કી કરેલી રકમ પ્રમાણે રૂ.20 હજાર અને પાંજરાપોળ ગૌશાળામાં રૂ.30 હજાર આપવાની વસિયતમાં વિગતો જાહેર કરાયેલી છે. મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સની રકમ છે. હાર્દિક પાસે એક કાર છે. જીવન આધારિત લખાઈ રહેલી બુકની જે રોયલ્ટી આવે તે ગણાવવામાં આવી છે.
આ ઉપરાંત બુકમાંથી આવતી રોયલ્ટીમાંથી માતા-પિતા, બહેન અને 14 શહીદ પાટીદારોને આપવાની જાહેરાત કરી. જો ઉપવાસ દરમિયાન દેહ ત્યાગ કરે તો તે નેત્રદાન કરશે. પાસ કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે સોશિયલ મીડિયા અને ભાજપના પ્રવક્તાઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યાં હતાં તેને વસિયતનામા દ્વારા ફગાવવામાં આવ્યાં છે. જીવન આધારીત લખાઈ રહેલી બુક પર અંદાજીત અબજો રૂપિયા રોયલ્ટી આવવાનો અંદાજ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે