એક સમયના મિત્રો બની ગયા રાજકીય દુશ્મનો, 2017માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર ફોડ્યું

એક સમયના બે ગાઢ મિત્રો હવે એકબીજાના કટ્ટર રાજકીય દુશ્મન બની ગયા છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat VidhanSabha Election 2019) માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે (Hardik Paetl) અલ્પેશ ઠાકોર પર ફોડ્યું છે. ભાજપના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પર હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને કોંગ્રેસ (Congress) ની હારનું ઠીકરું ફોડ્યું છે. 

એક સમયના મિત્રો બની ગયા રાજકીય દુશ્મનો, 2017માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર ફોડ્યું

અમદાવાદ :એક સમયના બે ગાઢ મિત્રો હવે એકબીજાના કટ્ટર રાજકીય દુશ્મન બની ગયા છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat VidhanSabha Election 2017) માં કોંગ્રેસની હારનું ઠીકરું હાર્દિક પટેલે (Hardik Paetl) અલ્પેશ ઠાકોર પર ફોડ્યું છે. ભાજપના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) પર હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને કોંગ્રેસ (Congress) ની હારનું ઠીકરું ફોડ્યું છે. 

અલ્પેશ ઠાકોર 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાં હતા અને રાધનપુરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપના ઉમેદવારને હરાવીને અલ્પેશ ઠાકોર ચૂંટણી જીત્યા પણ હતા, પરંતુ હાર્દિક પટેલનો અલ્પેશ સામે આરોપ છે કે અલ્પેશ ઠાકોરે પોતાના સિવાય એક પણ બેઠકનો પ્રચાર નહોતો કર્યો. એટલું જ નહીં અલ્પેશ ઠાકોરે ભાજપ હાઈકમાન્ડના સંપર્કમાં રહીને કોંગ્રેસને હરાવવાનો પ્લાન બનાવ્યો હતો. એ જ પ્લાનને અલ્પેશ ઠાકોર અનુસર્યા અને કોંગ્રેસ થોડી બેઠકો માટે સત્તાથી દૂર રહી ગઈ. 

https://lh3.googleusercontent.com/-K0AVI8w0LU8/XcDgO3k03UI/AAAAAAAAJrM/PxOff05KQS49gxABsGjiF5fs4CrY_-HuACK8BGAsYHg/s0/Hardik_Patel_Alpesh_Thakor_zee.JPG

હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર નહોતો કર્યો. તો ભાજપ સામે પણ આરોપ લગાવ્યો છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવારને રિપીટ કર્યા. પરંતુ રાધનપુર બેઠક પર ઉમેદવાર બદલ્યા અને ભાજપ સામે નબળો ઉમેદવાર ઊભા રાખ્યા. ભાજપે લવિંગજી ઠાકોરને ટિકિટ આપી હતી અને જેમની અલ્પેશ ઠાકોર સામે હાર થઈ હતી. હાર્દિક પટેલે આખીય પોસ્ટનો તર્ક આપ્યો છે કે, અલ્પેશ ઠાકોરના કારણે 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ હારી. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને વિધાનસભાની પેટાચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુર અને બાયડની જનતાએ તેઓને નકારીને બંને સીટ પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news