ગુજરાતના 'જેમ્સ બોન્ડની' કેન્દ્રની ટોપની સંસ્થા R&AW માં નિમણુંક, સોંપાઇ ખુબ જ મહત્વની જવાબદારી

ગુજરાતીઓ તો દેશમાં ટોપ કરી રહ્યા છે પરંતુ ગુજરાતનાં અધિકારીઓ પણ દેશમાં રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતનાં એટીએસમાં ફરજ બજાવતા ડીઆઇજી રેન્કનાં અધિકારી હિમાંશુ શુક્લાને દેશની ટોચની સંસ્થામાં નિમણુંક મળી છે. દેશની આંતરિક અને બાહ્ય સ્થિતિનો તાગ મેળવતી ગુપ્ચર શાખા R&AW (રૉ)માં નિમણુંક મળી છે. હિમાંશુ શુક્લા પોતાની આગવી સુઝબુઝના કારણે જ ગુજરાતની આતંકવાદી વિરોધી શાખામાં નિમણુંક પામ્યા હતા. આ કાર્યકાળ પણ તેમનો ખુબ જ યશસ્વી રહ્યો હતો. 

ગુજરાતના 'જેમ્સ બોન્ડની' કેન્દ્રની ટોપની સંસ્થા R&AW માં નિમણુંક, સોંપાઇ ખુબ જ મહત્વની જવાબદારી

મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતીઓ તો દેશમાં ટોપ કરી રહ્યા છે પરંતુ ગુજરાતનાં અધિકારીઓ પણ દેશમાં રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે. ગુજરાતનાં એટીએસમાં ફરજ બજાવતા ડીઆઇજી રેન્કનાં અધિકારી હિમાંશુ શુક્લાને દેશની ટોચની સંસ્થામાં નિમણુંક મળી છે. દેશની આંતરિક અને બાહ્ય સ્થિતિનો તાગ મેળવતી ગુપ્ચર શાખા R&AW (રૉ)માં નિમણુંક મળી છે. હિમાંશુ શુક્લા પોતાની આગવી સુઝબુઝના કારણે જ ગુજરાતની આતંકવાદી વિરોધી શાખામાં નિમણુંક પામ્યા હતા. આ કાર્યકાળ પણ તેમનો ખુબ જ યશસ્વી રહ્યો હતો. 

હિમાંશઉ શુક્લાને રૉમાં ચાર વર્ષની ડેપ્યુટેશન પર નિમણૂંક કરવામાં આવી છે. તેઓ હવે રૉમાં મહત્વના પદ પર ફરજ બજાવશે. અત્રે નોંધનીય છે કે, દેશની બાહ્ય સુરક્ષા રાખતી રૉની કામગીરી ખુબ જ મહત્વની છે. રૉની મહત્વપુર્ણ કામગીરીનાં કારણે જ પાકિસ્તાન સામેનાં તમામ યુદ્ધમાં ભારત એક ડગલું આગળ રહ્યું હતું. આજે પણ રૉ આર.એન કાઉ ને યાદ કરે છે. ત્યારે ગુજરાત એટીએસમાં ખુબ જ યશસ્વી કામગીરી કરનારા હિમાંશુ શુક્લાને કેન્દ્ર સરકારે 4 વર્ષ માટે ડેપ્યુટેશન પર બોલાવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હિમાંશુ શુક્લાને નજીકથી ઓળખતા લોકોનું માનવું છે કે, શુક્લા જમીન સાથે જોડાયેલા માણસ છે. કોઇ કોન્સ્ટેબલ પણ આરામથી તેમની કેબિનમાં જઇ શકે છે. તેઓ અધિકારીપણું ક્યારે પણ નથી દાખવતા. દરેક કર્મચારી સાથે હળીભળીને કામ કરવામાં માને છે. પોતાના મિતભાષી સ્વભાવનાં કારણે તેમની સાથે કામ કરતો દરેક કર્મચારી પુરી ખંતથી કામ કરે છે. તેમની સાથે કામ કરનારા કર્મચારીઓ તેમને લોકલ જેમ્સ બોન્ડ તરીકે પણ ઓળખે છે. તેઓ આઉટ ઓફ ધ બોક્ષ વિચારે છે. તેના કારણે જ તેઓ ગુનેગારો ખાસ કરીને આતંકવાદીઓથી એક ડગલું આગળ રહે છે. 

જમીન અને દરિયામાં આતંકવાદી પ્રવૃતિઓને નાથવામાં તેમની ભુમિકા ખુબ જ મહત્વની રહી છે. પોલીસ શાખામાં એટીએસની આબરૂ જમાવવામાં તેમની ભુમિકા ખુબ જ મહત્વની રહી છે. ઉત્તરપ્રદેશમાં ગુનેગારોને પકડવાનો કિસ્સો હોય કે ગમે તેવો કેસ હોય તેઓ પોતે દરેક ઓપરેશનમાં આગળ રહે છે. જેના કારણે તેઓ એકવાર ગોળી પણ ખાઇ ચુક્યાં છે. અત્રે નોંધનીય છે કે, કમલેશ તિવારી, ગાંધીનગર સિરિયલ કિલર, ભરૂચ ડબલ મર્ડર, દરિયાઇ સ્મગલિંગ, 1993નાં ભાગેડુ આરોપીઓને ઝડપવા, કોલકાતામાં અમેરિકન કોન્સ્યુલેટ પર હુમલાનાં ભાગેડુની ધરપકડ, IISC બેંગ્લુરૂ ટેરર એટેક, સુરત રાજકોટમાં ISIS ના નેટવર્કનો પર્દાફાશ કરવા સહિતનાં અનેક હાઇપ્રોફાઇલ કેસ તેઓ ઉકેલી ચુક્યાં છે. જેના ભાગરૂપે ગુજરાત અને કેન્દ્ર સરકાર પાસેથી અનેક મેડલ પ્રાપ્ત કરી ચુક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news