બ્રેકિંગ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન

બ્રેકિંગ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન
  • તેઓ ગુજરાતના સાતમા મુખ્યમંત્રી હતા, અને ચારવાર મુખ્યમંત્રી પદે રહ્યા હતા
  • માધવસિંહ સોલંકી 'ખામ થિયરી'થી જાણીતા થયા હતા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (madhavsinh solanki) નું આજે નિધન થયું છે. 94 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કોંગ્રેસ સરકારના તેઓ વરિષ્ઠ નેતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું મહાત્મય હતું. તેમના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો સુવર્ણકાળ હતો.  તેઓ એવા નેતા હતા, જેઓ હંમેશા પક્ષ અને તમામ સાથી નેતાઓને સાથે લઈને ચાલતા હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી હતી. તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સાથે જ તેઓ દેશના પૂર્વ વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના સાતમા મુખ્યમંત્રી હતા, અને ચારવાર મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા હતા. માધવસિંહ સોલંકી 'ખામ થિયરી'થી જાણીતા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ આપી.

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 

જન્મદિવસે ઝી 24 કલાકને આપ્યો હતો ઈન્ટરવ્યૂ 
તેઓની મધ્યાહન ભોજન યોજના સમગ્ર દેશ માટે આર્શીવાદ સમાન સાબિત થઈ છે. તેમના 93મા જન્મદિવસે તેઓએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. રાજનીતિમાં તમે કેવી રીતે આવ્યા તે વિશે કહ્યું કે, મારે વિધાનસભામાં જવુ જ ન હતું, મારે વકીલાત કરવી છે. બાબુભાઈએ મારું નામ લીધું હતું. બીજા દિવસે મારું નામ પેપરમાં આવ્યું ત્યારે મને ખબર પડી કે ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મારું નામ છે. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સંઘર્ષ કરી રહ્યું છે તેના માટે કયુ કારણ જવાબદાર છે તે વિશે તેઓએ જવાબ આપ્યો કે, પક્ષમાં મુખ્ય કારણ નેતાગીરીનું છે. જ્યાં નેતાગીરી નબળી પડે ત્યાં કોંગ્રેસના હાથમાંથી સત્તા જાય છે. કેટલીક ગરબડ એવી છે કે, કોંગ્રેસમાં નીચે વહીવટ કરવો હોય તો દિલ્હીથી ઘણી દાખલ થાય છે. ગુજરાતમાં તંત્ર સારી રીતે ગોઠવાય અને દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે. 

— Narendra Modi (@narendramodi) January 9, 2021

He will be remembered for his contribution in strengthening the Congress ideology & promoting social justice.

Heartfelt condolences to his family & friends.

— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2021

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના નિધન પર દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ઘણા વર્ષોથી તેઓ બીમાર રહેતા હતા. છતા તેઓ આજીવન પ્રવૃત્ત રહ્યા હતા. તેઓ લાંબા સમય સુધી મુખ્યમઁત્રી રહ્યા. ગુજરાતની અનેક જાહેર સેવાકીય પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં શરૂ થઈ હતી. દાયકાઓ સુધી તેમણે જનતાની સેવા કરી. તેઓ આપણી વચ્ચે રહ્યા નથી તે દુખદ બાબત છે. હું તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. 

ગુજરાત કોંગ્રેસ એક વર્ષમાં 2 દિગ્ગજ નેતા ગુમાવ્યા 
ગુજરાત કોંગ્રેસે એક જ વર્ષના ગાળામાં બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ શાહનું નિધન થયું હતું. ટૂંકા ગાળામાં જ ગુજરાત કોંગ્રેસે વધુ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. 

અંતિમ જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો હતો
ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકી (Madhavsinh Solanki) આજે પોતાનો 93મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેમનાં પુત્ર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો તેમને જન્મદિવસની શુભકામના આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની હાજરી આ જન્મદિવસે જોવા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news