12 વર્ષ બાદ નજીક આવશે બે મોટા ગ્રહ, આ જાતકોની બલ્લે-બલ્લે, પદ-પ્રતિષ્ઠા વધશે, ધનલાભનો યોગ

Mangal And Guru Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ અને ગુરૂની યુતિ વૃષભ રાશિમાં બનવા જઈ રહી છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.

મંગળ-ગુરૂ યુતિ

1/5
image

જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ભૂમિ અને વીરતાનો કારક માનવામાં આવે છો. તો ગુરૂ ગ્રહને સમૃદ્ધિ, ધન, એશ્વર્ય, આધ્યાત્મ અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે આ બંને ગ્રહોની યુતિ બને છે તો આ સેક્ટરો પર વિશેષ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે 12 વર્ષ બાદ ગુરૂ બૃહસ્પતિએ વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. હવે મંગળ પણ વૃષભ રાશિમાં ગોચર કરશે. તેવામાં આ બંને ગ્રહોની યુતિ બનવાની છે. જેનાથી કેટલાક જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ લક્કી રાશિઓ વિશે.  

મેષ રાશિ

2/5
image

તમારા લોકો માટે ગુરૂ અને મંગળની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિત ધનલાભ થઈ શકે છે. આ સાથે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. તો તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. વેપાર અને નોકરીમાં લાભ થશે. સાથે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે અને તમે કમાણી કરવામાં સફળ રહેશો. તેથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર જોવા મળશે.

કર્ક રાશિ

3/5
image

ગુરૂ અને મંગળની યુતિ બનવાથી કર્ક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. લગ્ન જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે તમારો સંબંધ મજબૂત થશે. આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. આ સમયમાં તમને વિદેશ જવાની તક મળી શકે છે. 

સિંહ રાશિ

4/5
image

તમારા લોકો માટે ગુરૂ અને મંગળનો સંયોગ સિંહ રાશિના લોકો માટે કરિયર અને કારોબારની દ્રષ્ટિએ શુભ રહેવાનો છે. તેથી આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. તો તમે વેપારમાં લાભ મેળવશો. ગ્રહોના શુભ પ્રભાવથી કારોબાર તથા શેર બજારથી તમને સારો લાભ થઈ શકે છે. સાથે આ સમયે નોકરી કરનાર જાતકોને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. સાથે ઈચ્છીત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. તમારા પિતા સાથેના સંબંધ મજબૂત થશે. આ સાથે તમે સેના, પોલીસ, ગુપ્તચર વિભાગ અને રમત સાથે સંકળાયેલા છો તો આ સમય તમારા માટે શાનદાર સાબિત થઈ શકે છે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.