રિલેશનશિપને એક ઝાટકે તોડી શકે છે આ 5 બુંદીયાળ શબ્દો! ભૂલથી પણ ના બોલો આ વાત

Relationship Mistakes: જ્યારે પતિ-પત્ની હોય કે એક પ્રેમી પંખીડા એક છતની નીચે રહે છે તો પ્રેમની સાથે સાથે નાના મોટા ઝઘડાઓ થવા સામાન્ય વાત છે, પરંતુ આ વાતને સમજવી ખુબ જ જરૂરી છે કે તમે જેની સાથે ઝઘડો કરી રહ્યા છો તેનાથી તમને ખુબ જ લગાવ છે. ગુસ્સો કાઢતી વખતે આપણે અમુક ભાષાની મર્યાદા રાખવી ખુબ જ જરૂરી છે, નહીં તો લેવાના દેવા પડી શકે છે. આપણે ભલે ગરમ સ્વભાવના હોઈએ તેમ છતાં અમુક ખાસ વાતો ક્યારેય કરવી જોઈએ નહીં, જેનાથી તમારું રિલેશન તૂટી જાય.

'તું મારી સૌથી મોટી ભૂલ છો'

1/5
image

તમે તમારા જીવનસાથીને જાતે જ પસંદ કરી છે, તેને તમારી બનાવતી વખતે તમે કેટલીક નાની મોટી ભૂલોને અવગણી હશે. પરંતુ હવે જો તમે તેને તમારા જીવનની સૌથી મોટી ભૂલ કહો છો, તો તમારો પાર્ટનર તૂટી જશે, જે તમારા પરસ્પર રિલેશન માટે સારું નથી.

એક્સ પાર્ટનરની પ્રશંસા

2/5
image

તમે જે વ્યક્તિની સાથે છો તેની સાથે જ જિંદગી જીવવવાની કોશિશ કરવી જોઈએ, જ્યારે ઝઘડો થાય ત્યારે ભૂલથી પણ એવું ના બોલતા કે તારા કરતા મારું એક્સ વધારે સારું હતો કે હતી. આવી કડક વાત બોલવાથી સામાવાળા પાર્ટનરને લાગશે કે તમે અત્યાર સુધી તમારા એક્સને યાદ કરી રહ્યા છો, જે યોગ્ય નથી.

તારી ઔકાત શું છે?

3/5
image

કોઈ પણ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ હોતું નથી, દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કમી જરૂર હોય છે. એવામાં તમે કોઈની ભૂલ પર તમે કહી દેશો કે તારી ઔકાત શું છે, તો તેનાથી પાર્ટનરના આત્મસન્માનને ઠેસ પહોંચે છે જે કોઈ પણ રિલેશન માટે ખરાબ છે.

મોઢું જોયું છે?

4/5
image

તે ખૂબ જ અજીબ વાત છે કે જે વ્યક્તિના ચહેરાને તમે દિલથી ચાહો છો તેને અચાનક નફરત થવા લાગે છે અને તમે તેના વિશે ખરાબ બોલો છો. વ્યક્તિએ ક્યારેય એવી વાતો ન કરવી જોઈએ જેમ કે - "મોઢું જોયું છે અરીસામાં", "તમે ખૂબ જ કાળા છો", આનાથી પાર્ટનરના આત્મવિશ્વાસ પર મોટી અસર પડે છે.

નફરત છે તારાથી!

5/5
image

જ્યાં પ્રેમ હોય ત્યાં નફરતને સ્થાન ન હોઈ શકે. તમારે તમારા પાર્ટનરને ક્યારેય ન કહેવું જોઈએ કે તમે તેમને નફરત કરવા લાગ્યા છો. આનો સ્પષ્ટ અર્થ છે કે તમને તેમની સાથે રહેવામાં કોઈ રસ નથી.