રાષ્ટ્રપતિ મુર્મૂએ ગુજરાતને આપી અનેક ભેટ, યુનિવર્સિટીમાં વિવિધ પ્રોજેક્ટ કર્યા લોન્ચ

આજે રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

રાષ્ટ્રપતિ મુર્મૂએ ગુજરાતને આપી અનેક ભેટ, યુનિવર્સિટીમાં વિવિધ પ્રોજેક્ટ કર્યા લોન્ચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ મુર્મૂ આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપી. શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિકાસના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં આયોજિત આ કાર્યક્રમમાં હર સ્ટાર્ટઅપ સહિતના વિવિધ પ્રકલ્પોનું તેઓ ઉદ્ધાટન કર્યું. આ કાર્યક્રમમાં કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના શિક્ષણ જગતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સોમવારે રાજભવન ખાતે રાષ્ટ્રપતિ મુર્મૂનો નાગરિક અભિવાદન સમારોહ યોજાયો હતો. ત્યારે રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યુંકે, હું ગુજરાતના સાડા છ કરોડ ગુજરાતીઓનું અભિવાદન કરું છું. ગુજરાતીઓનો પ્રેમ મને હંમેશા યાદ રહેશે.  

ઉલ્લેખનીય છેકે, આજે રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જ્યાં તેઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યાં હતા. પોતાના પ્રથમ ગુજરાત પ્રવાસમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાજ્યને 1330 કરોડ રૂપિયાની પરિયોજનાઓની ભેટ આપી છે. રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને ગતિ આપનારી સ્વાસ્થ્ય, મેડિકલ શિક્ષણ, સિંચાઈ અને જળ માર્ગ સાથે સંકળાયેલી વિવિધ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું. 

મહત્ત્વનું છેકે, સોમવારે રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ગાંધીનગરમાં એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ આદિવાસી બહુમતી ધરાવતા નર્મદા જિલ્લામાં એક નવી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું ખાતમુહુર્ત કર્યું હતુ. આ તકે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, 540 બેડ ધરાવતી અત્યાધૂનિક હોસ્પિટલથી 85 ટકા આદિવાસી ધરાવતા નર્મદા જિલ્લાના લોકોને મેડિકલની સુવિધા મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news