નવા વર્ષે મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને આપ્યો આ મેસેજ

આજે નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) મંદિરમાં શિશ ઝુકાવી ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નાગરકોને નવા વર્ષ (New Year) ની શુભેચ્છા પાઠવી છે. આત્મ નિર્ભત ગુજરાત (Gujarati new year) થી આત્મ નિર્ભર ભારત બને અને સૌને શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રાપ્ત થાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.
નવા વર્ષે મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડની જનતાને આપ્યો આ મેસેજ

ઝી મીડિયા/બ્યૂરો :આજે નવા વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) મંદિરમાં શિશ ઝુકાવી ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં દર્શન કરી નાગરકોને નવા વર્ષ (New Year) ની શુભેચ્છા પાઠવી છે. આત્મ નિર્ભત ગુજરાત (Gujarati new year) થી આત્મ નિર્ભર ભારત બને અને સૌને શ્રેષ્ઠ ક્ષમતાઓ પ્રાપ્ત થાય તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.

અહીંથી તેઓ અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદના નગરદેવી ભદ્રાકાળી માતાના મંદિરે પણ દર્શન કર્યા હતા. તથા CM આજે નાગરિકોને નવા વર્ષની શુભકામના પણ પાઠવી હતી. 

મંદિરોમાં દર્શન કર્યા બાદ ભુપેન્દ્ર પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરવા તેમના ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત વિશે નીતિન પટેલે કહ્યુ હતું કે, પારિવારિક સંબંધોથી અમે નવા વર્ષ પર મળતા આવીએ છીએ. નવા વર્ષે સૌ જનતાને અભિનંદન છે. સૌ કોરોના મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના. સીએમ ભુપેન્દ્ર પટેલના સરળ સ્વભાવના કારણે લોકપ્રિયતા ખૂબ વધી છે. 

તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે. બાદમાં મુખ્યમંત્રી શાહીબાગ ખાતે નાગરિકોને તથા પોલીસ ઓફિસર અને પરિવારોને શુભકામના પાઠવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news