Fakt Mahilao Mate: 'ફક્ત મહિલા માટે' ગુજરાતી બન્યા બચ્ચન, કહ્યું; 'એક્સિડેન્ટનો ખર્ચો પણ પોસાશે'

Gujarati Film Fakt Mahilao Mate: આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કેમિયો હશે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો છે.

 Fakt Mahilao Mate: 'ફક્ત મહિલા માટે' ગુજરાતી બન્યા બચ્ચન, કહ્યું; 'એક્સિડેન્ટનો ખર્ચો પણ પોસાશે'

નવી દિલ્હી: ગુજરાતી સિનેમા પ્રેમીઓ આશ્ચર્યચકિત છે કારણ કે તેઓ ટૂંક સમયમાં જ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ 'ફક્ત મહિલા માટે' (Fakt Mahilao Mate) માં ગુજરાતી ભૂમિકામાં જોવા મળવાના છે. બિગ બી ઉપરાંત આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર યશ સોની અને દીક્ષા જોશી પણ જોવા મળશે. આ ફિલ્મ 19 ઓગસ્ટ, 2022ના રોજ રિલિઝ થવાની છે. અમિતાભ બચ્ચન કેમિયો રોલમાં બોલિવુડના શહેનશાહ જોવા મળશે. જેમાં સોશિયલ મીડિયામાં હાલ 'ફક્ત મહિલાઓ માટે'ના ટેગ સાથે પોસ્ટરમાં યશ સોની અને અમિતાભ બચ્ચન જોવા મળે છે. આ ગુજરાતી ફિલ્મ માટે અમિતાભ બચ્ચને પોતાનો અવાજ ગુજરાતીમાં ડબિંગ કર્યો છે.

આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કેમિયો હશે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો છે. ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમિતાભ બચ્ચને ગીર અને કચ્છ સહિતના સ્થળે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એડવર્ટાઈઝમેન્ટ કરી હતી અને તેમની અપીલના પગલે ટુરિઝમને વેગ મળ્યો હતો. બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લગભગ 175 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.

આનંદ પંડિતનો ખુલાસો
અગાઉ આનંદ પંડિતે જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચન તેમના પ્રિય મિત્ર છે અને જ્યારે તેમણે સુપરસ્ટારને પૂછ્યું કે શું તેઓ તેમની મહિલા-કેન્દ્રિત ફિલ્મમાં ભૂમિકા ભજવશે, તો બિગ બીએ તરત જ તેમને હા પાડી. આનંદ પંડિતે જણાવ્યું, "મારા માટે વર્ષોથી મારા મિત્ર અને માર્ગદર્શક એવા અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ છે. તે જ ક્ષણે મેં તેમણે પુછ્યું કે શું તે 'ફકટ'માં એક ભૂમિકા ભજવશે. તેમણે સ્ક્રિપ્ટ સાંભળવા કે એવું પણ જાણવા માટે કહ્યું નથી કે નિર્દેશક કોણ છે અને સેટ પર કોણ આવશે. આ પહેલીવાર છે જ્યારે અમિત જી કોઈ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતીની ભૂમિકા ભજવી રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ તેમનો કેમિયો ફિલ્માવતી વખતે ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેનો ફની ટ્વિસ્ટ ગમ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને સેટ પર પહોંચીને સ્ક્રિપ્ટ સાંભળી હતી અને તેઓ ખૂબ હસ્યા હતા. નિયત સમયે આવીને તેમણે સીન્સ પૂરા કર્યા હતા. તેમને ખૂબ સહજતાથી ગુજરાતી ડાયલોગ્સ બોલતા જોઈને ઘણાંને નવાઈ લાગી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news