આ મહિનામાં જન્મેલા લોકોને ગુજરાતના CM બનવાનો ચાન્સ વધારે! કુંડળી મેળવીને જાણો તમારો મેળ પડશે કે નહીં!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એક સવાલ એ પણ થાય કે શું તમને પણ ક્યારેય મુખ્યમંત્રી બનવાની ઈચ્છા થઈ છે? સવાલ એટલાં માટે ભૂપેન્દ્ર પટેલને પણ નહોંતી ખબર કે તેમને સીએમ બનાવવામાં આવશે. તો આ બધું કઈ રીતે થયું? જાણો ગુજરાતના સીએમની ખુરશી અને અને 12 મહિનાઓ પૈકીના આ ખાસ મહિનાઓ વચ્ચે શું છે ખાસ કનેક્શન? ભૂપેન્દ્ર પટેલે સીએમ બનતાની સાથે પોતાના સંબોધનમાં કહ્યું હતુંકે, જો મારો મેળ પડ્યો તો તમારો પણ મેળ પડશે....

આ મહિનામાં જન્મેલા લોકોને ગુજરાતના CM બનવાનો ચાન્સ વધારે! કુંડળી મેળવીને જાણો તમારો મેળ પડશે કે નહીં!

ઉર્મિ શાહ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને તેની સાથે જ રાજ્યમાં રાજકીય ગરમાવો પણ સતત વધી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે દેશના સુકાનની ધુરા સંભાળી ત્યારથી સતત ગુજરાતમાં હવે મુખ્યમંત્રી કોણ હોઈ શકે એ મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. દરેક ધારાસભ્યો અને નેતાઓના મનમાં એવી ઈચ્છા તો જરૂર હોય કે તેમને મુખ્યમંત્રી બનવાનો મોકો મળે...CM બનતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલ પોતે પણ એક મંચથી પોતાના સંબોધનમાં બોલ્યાં હતાકે, જો મેં સારું કામ કર્યું તો મારો મેળ પડ્યો, તમે પણ સારું કામ કરશો તો તમારો પણ મેળ પડશે. સારું કામ કરતા રહો ભાજપમાં નાનામાં નાના માણસના કામની નોંધ લેવાય છે.

શું તમે પણ ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સપનું સેવી રહ્યાં છો? સૌથી પહેલાં તમારે ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી અને તમારા જન્મની કુંડળીનો મેળાપ કરવો પડશે! જો તમારી કુંડળીમાં આ ખાસ પ્રકારના ગુણ હશે તો તમારો પણ મેળ પડી શકે છે. આ અમે નથી કઈ રહ્યાં પણ ગુજરાતના અગાઉના મુખ્યમંત્રીઓની જન્મકુંડળી અને જ્યોતિષ શાસ્ત્ર કંઈક આ દિશા તરફ ઈશારો કરી રહ્યું છે. તો આ આર્ટિકલમાં જાણીએ ગુજરાતના CM ની ખુરશી અને અગાઉના મુખ્યમંત્રીઓની કુંડળીના ગજબ સંયોગની રોચક કહાની...

આપણે આ આર્ટિકલમાં આ વિષય એટલા માટે પસંદ કર્યો છે કારણકે, આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મ દિવસ છે. એ સાથે જ એ સંયોગ પણ જબરદસ્ત છેકે, ગુજરાતના અત્યાર સુધીના મુખ્યમંત્રીઓ પૈકી મોટાભાગના નેતાઓનો જન્મ જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં જ થયો હતો. આ 3 મહિનાઓમાં જન્મેલાં લોકો જ કેમ મહંદ અંશે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળે છે એ અનોખા સંયોગની કહાની જાણવા જેવી છે. 

ઉલ્લેખનીય છેકે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં જંગીબહુમત હાંસલ કરીને દેશના પ્રધાનમંત્રી બન્યાં. મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ ફરી એકવાર ગુજરાતમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જોકે, ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન તેમના સૌથી વિશ્વાસુ ગણાતા આનંદીબેન પટેલને સોંપ્યું હતું. પછી ક્રમશઃ આનંદબેન પટેલ, વિજય રૂપાણી અને ત્યાર પછી હાલ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે ગુજરાતનું શાસન સંભાળી રહ્યાં છે.

ભૂપેન્દ્ર પટેલનું નામ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યું ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા...મુખ્યમંત્રીની રેસમાં ક્યાંય પણ ભૂપેન્દ્ર પટેલનું નામ ન હતું....સાવ નવું નામ જાહેર કરી અને નો રીપિટ થિયેરીનો અમલ કરીને નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌ કોઈને ચોંકાવી દીધાં હતાં. ઘણી બધી અટકળો વચ્ચે પસંદગીનો કળશ ભૂપેન્દ્ર પટેલ પર ઢોળાયો...વર્ષ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર ચૂંટણી લડ્યા હતા..મેમનગર નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા..અગાઉ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે...કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના હાલના મુખ્યમંત્રીથી લઈને ગુજરાતના પહેલા મુખ્યમંત્રીના જન્મદિવસના મહિનાઓનો શું છે મેળમિલાપ?

ગુજરાતના 17 મુખ્યમંત્રીમાંથી 10 મુખ્યમંત્રીના જન્મના મહિનાઓ સરખા...સૌથી વધારે ગુજરાતના મુખ્યમંત્રીના જન્મના મહિના જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર થયો છે.

જુલાઈમાં જન્મ:

No description available.
 

ઓગસ્ટમાં જન્મઃ

Image preview

 

સપ્ટેમ્બરમાં જન્મઃ 
ઉલ્લેખનીય છેકે, જો તમે સપ્ટેમ્બરમાં જમ્યાં હોવ તો માત્ર મુખ્યમંત્રી જ નહીં પણ પ્રધાનમંત્રી બનવાનો પણ અવસર તમને મળી છે. કારણકે, સપ્ટેમ્બરમાં જન્મનારા લોકોના યોગ મુખ્યમંત્રીથી પણ આગળ વધીને સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે તેવા હોવાનું ગ્રહો જણાવે છે.

Image preview

જાણીતા જ્યોતિષ શાસ્ત્રી દીપેન રાવલનાનું કહેવું છેકે, જયોતિષ શાસ્ત્ર મુજબ જુલાઈ મહિનો એ સત્તાનો કારક છે...જુલાઈ મહિનામાં સૂર્ય એ ચોક્કસ રાશિમાં હોય છે... અન્ય કોઈ પણ મહિનામાં જો કોઈ મુખ્યમંત્રીની જન્મ તારીખ આવતી હોય તે તેમાં પણ સૂર્ય કનેક્શન જોવા મળે છે..કારણકે સૂર્ય સત્તાના શિખરે પહોંચાડે છે...

આ પણ વાંચોઃ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news