ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની મોટી ઘાત : ગમે ત્યારે તૂટી પડશે વરસાદ
Weather Update Today : આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાનની આગાહી. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ
Trending Photos
Gujarat Weather Forecast : બે દિવસથી ગુજરાતનું વાતાવરણ એકાએક પલટાયું છે. ભરશિયાળે માવઠું આવ્યું છે. કડકડતી ઠંડી વચ્ચે વાદળો મંડરાયા છે અને વરસાદ આવ્યો છે. ત્યારે આજે પણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે.
આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેથી આજે આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ આવી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે.
સાથે જ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રેય યાદવે કહ્યું કે, આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે, તેના બાદ ઠંડી ઘટશે.
આજે 9 જાન્યુઆરીએ ક્યાં ક્યાં વરસાદની આગાહી
- નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં માવઠાની આગાહી
- દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની આગાહી
- અમરેલી, જામનગર, બોટાદ, ભાવનગરમાં માવઠાની આગાહી
- અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની આગાહી
- દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી
આવતીકાલે 10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે