Vibrant Gujarat: કેવી રીતે પડ્યું 'વાઈબ્રન્ટ ગુજરાત' નામ? ક્યારથી થઈ શરૂઆત...જાણો રસપ્રદ વાતો
વાઈબ્રન્ટ ગુજરાતને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલીવાર 2003માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષથી તે ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ આર્થિક મંચમાંથી એક બની ગયું છે.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાતે અમદાવાદ પહોંચ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. 8 તારીખથી લઈને 10 તારીખના પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આજે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે રોડ શો પણ કરશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પૂર્વ ટ્વિટર) હેન્ડલ પર લખ્યું કે હું થોડીવાર પહેલા અમદાવાદ પહોંચ્યો. આગામી બે દિવસોમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લઈશ. આ ઈવેન્ટમાં મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું આવવું એ ખુબ ખાસ છે. પીએમ મોદીએ વધુમાં લખ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ સાથે હું ખુબ નજીકથી જોડાયેલો છુ અને મને એ જોઈને આનંદ થઈ રહ્યો છે કે આ મંચે ગુજરાતના વિકાસમાં કેવું યોગદાન આપ્યું છે અને અનેક લોકો માટે તકો પેદા કરી છે.
ક્યારથી શરૂઆત થઈ?
વાઈબ્રન્ટ ગુજરાતને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલીવાર 2003માં શરૂ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષથી તે ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ આર્થિક મંચમાંથી એક બની ગયું છે. શિખર સંમેલનનો પ્રાથમિક હેતુ ગુજરાતને રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાનું અને વિભિન્ન ક્ષેત્રોમાં ભાગીદારી અને સહોયગને સુવિધાજનક બનાવવાનું છે. પહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2003માં નવરાત્રિ દરમિયાન આયોજિત કરાઈ હતી. જે અમદાવાદ અને સુરતમાં આયોજિત થઈ હતી. તત્કાલિન ડેપ્યુટી પીએમ લાલકૃષ્ણ અડવાણીએ 28 સપ્ટેમ્બર 2003ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ધાટન કર્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અરુણ શૌરી, રામ નાઈક, મુકેશ અંબાણી અને એસી મુધૈહ જેવી હસ્તીઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે.
કેવી રીતે પડ્યું વાઈબ્રન્ટ ગુજરાત નામ?
અમદાવાદ મિરરના એક રિપોર્ટ મુજબ વાઈબ્રન્ટ ગુજરાત આ નામ કેવી રીતે પસંદ કરાયું તેની પાછળ પણ એક રસપ્રદ કારણ છે. પહેલા આવા આયોજનોને ઈન્વેસ્ટર્સ મીટ, રોડ શો તરીકે દર્શાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી એક બેઠકમાં એક આકર્ષક નામની શોધમાં હતા જ્યારે તેમણે એક ફાઈલ કવર પર ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતનો રંગીન લોગો જોયો તો થોડીવાર સુધી તેઓ જોતા રહ્યા. પછી તેમણે કહ્યું કે આ જ છે. આપણે આ આયોજનનું નામ વાઈબ્રન્ટ ગુજરાત રાખવું જોઈએ. કેટલાક લોકોએ તે વખતે કહ્યું કે તેમાંથી મુખ્ય શબ્દ રોકાણ છૂટી ગયો છે. પરંતુ પીએમ મોદીએ કહ્યું કે આ વાક્યાંશ આત્મવિશ્વાસને પ્રેરિત ક રે છે. તેનાથી વિકાસના ગુજરાત મોડલના પ્રતિમાન સ્થાપિત કરાયા.
500 ઉદ્યોગપતિઓને ફોન
રિટાયર્ડ આઈએસએસએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાતના પહેલા વર્ષે એકવાર અમે જ્યારે તારીખ નક્કી કરી તો નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે ગુજરાતમાં પૂરતું રોકાણ કરનારા 500થી વધુ ઉદ્યોગપતિઓને ફોન કર્યા હતા. તેમાંથી અનેક જણ તો એ વાતથી આશ્ચર્યચિકત હતા કે પહેલા વાઈબ્રન્ટ ગુજરાતના શિખર સંમેલનમાં તેમને આમંત્રિત કરવા માટે નરેન્દ્ર મોદી પોતે સીધા લાઈન પર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે