અંબાલાલ પટેલની ભયંકર આગાહી : વાવાઝોડાને હળવાશથી ન લેતા, ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે તોફાન આવશે

Gujarat Weather Forecast : સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાની દરેક ખબર ZEE 24 કલાક બતાવશે સૌથી પહેલાં,,, દરિયા કાંઠાના 12 જિલ્લામાં અમારા 24 રિપોર્ટર તમારા સુધી પહોંચાડશે પળેપળની ખબર લાઈવ

અંબાલાલ પટેલની ભયંકર આગાહી : વાવાઝોડાને હળવાશથી ન લેતા, ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે તોફાન આવશે

Ambalal Patel Prediction : અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડાની તાકાત વધી રહી છે. દરિયાઈ તોફાન હવે કાંઠાની વધુ નજીક આવી રહ્યું છે. તેની અસરો પણ શરૂ થઈ ગઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ખતરો પણ વધ્યો છે. ગુજરાતના કેટલાક બંદરો પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવાયું છે. ત્યારે આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી માહિતી આપી છે. વાવાઝોડા અંગે તેમની આ આગાહી અત્યંત ડરામણી છે. કારણ કે, તેઓએ લોકોને બિપોરજોય વાવાઝોડાને હળવાશથી ન લેવા જણાવ્યું છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2023

તેમણે આગાહી કરતા કહ્યું કે, બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક રહેવાની શક્યતા છે. તે માંડવી આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા છે. જેમાં વાવાઝોડા દરમિયાન પવન 150 કિમીની ઝડપે ફૂંકાશે. સમુદ્રમાં વાવાઝોડુ આવે ત્યારે તેની આસપાસના એક હજાર માઈલ સુધીમાં તેની અસર થતી હોય છે. દરિયાકિનારાના ભાગોમાં વાવાઝોડાની અસર વધુ થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી ૨ દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડુ આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનીની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં વાવાઝોડુ આવે છે. બંગાળના મહાસાગરમાં પણ એક સાઈકલ બની રહી છે, જેથી વાવાઝોડાની અસર વધશે. ૧૪, ૧૫, ૧૬ અને ૧૭ સુધી વાવાઝોડાની અસરના કારણે હળવો વરસાદ જોવા મળશે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે, ભારે પવનો ફૂંકાશે. દરિયાકિનારાના વિસ્તારો સિવાયના ભાગોમાં પણ અસર દેખાશે, હળવાશથી લેવાની જરૂર નથી. 

બંદરો પર ભયજનક 9 નંબરનું સિગ્નલ લાગ્યું
ગુજરાતના કેટલાક બંદરો પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, ઓખામાં ગ્રેટ ડેન્જર 9 નંબરના સિગ્નલ લાગ્યા છે. દ્વારકાના ઓખામાં 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. કચ્છ, સૌરાષ્ટ્રના બંદરો પર 9 બંદર પર 9 નંબરના સિગ્નલ છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગ, સલાયા, ઓખા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

આરોગ્ય વિભાગ પણ એલર્ટ 
વાવાઝોડાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગના અધિક નિયામક નો તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર લખાયો છે. તમામ અધિકારીઓએ હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના કરાઈ છે. પીએચસી, સીએચસી અને સબ સેંટર પર દવાઓનો પુરતો જથ્થો રાખવા સૂચના કરાઈ. તો એમ્બ્યુલન્સ ચાલુ અવસ્થામા રાખવી અને ડિઝલ ભરાવી રાખવા સૂચના અપાઈ. તેમજ વીજળી માટે જનરેટર ની ચકાસણી કરી ડિઝલ નો વધારાનો સ્ટોક રાખવા સૂચના આપી. આ ઉપરાંત સગર્ભા મહિલાઓની યાદી બનાવી યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાઈ. 

એસટી વિભાગને સતર્ક રહેવા જણાવ્યું
ચક્રવાત બિપરજોયને લઈ એસટી વિભાગ દ્વારા સતર્કતા રાખવા સૂચના અપાઈ છે. એસટી માટે ડીઝલનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ છે. તેમજ દરિયા કિનારાના રૂટ પર જીપીએસથી નજર રાખવા સૂચના અપાઈ. રાત્રી બસો પાર્ક કરાવવા, ક્રેન અને ટ્રક તૈયાર રાખવા સૂચના અપાઈ. તેમજ હોર્ડિંગ ઉતારવા, ડિઝલ ટેંક સાચવવા સહિતના સૂચનો અપાયા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news