Box Office Clash: 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ

Box Office Clash: બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે. કારણ કે આ ત્રણ ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે. આ વર્ષની આ સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર હશે. 

Box Office Clash: 11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ

Box Office Clash: બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે. કારણ કે આ ત્રણ ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે. જો આ વખતે દર્શકોને તો મજા જ મજા છે. પરંતુ આ વર્ષની આ સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર હશે. અહીં જે ત્રણ ફિલ્મોની વાત થઈ રહી છે તે છે ઓએમજી 2, ગદર 2 અને અનિમલ. 11 ઓગસ્ટ 2023ના રોજ માત્ર ત્રણ ફિલ્મો જ નહીં ત્રણ બોલીવુડ સ્ટાર્સ પણ એકબીજાને ટક્કર આપશે. ત્યારે જોવાનું રહ્યું કે આ બાજી કોણ મારી જાય છે. 

આ પણ વાંચો:

એનિમલ - રણબીર કપૂરની આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેનું પ્રી ટીઝર રિલીઝ થયું છે જેને જોઈ ફેન્સના હોશ ઉડી ગયા છે અને ફિલ્મ જોવાની આતુરતા બમણી થઈ ગઈ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે રશ્મિકા મંદાના, તૃપ્તી ડિગરી, અનિલ કપૂર, પરિણીતિ ચોપડા અને બોબી દેઓલ પણ જોવા મળશે,
 

ગદર 2 - સની દેઓલ અને અમીષા પટેલની ગદર ફિલ્મ બ્લોકબસ્ટર હતી અને હવે તેનો બીજો પાર્ટ એટલે કે ગદર 2 11 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કેટલી સફળ થશે તે 11 ઓગસ્ટે જ ખબર પડશે.
 

ઓહ માય ગોડ 2 - અક્ષય કુમારની છેલ્લી ઘણી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ છે. ત્યારે આ ફિલ્મથી અક્ષય કુમારના ચાહકોને ભારે આશાઓ છે. ઓહ માય ગોડ 2ની રિલીઝ ડેટ પણ 11 ઓગસ્ટ 2023 છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news