પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા ઓનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ
હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે
Trending Photos
જયેશ દોશી/નર્મદા :કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી 8 મહિના પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ને 31 ઓક્ટોબર 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે દેશના તમામ પ્રવાસન ધામોને પણ કેવડિયાથી જ પ્રવાસીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. 31 ઓક્ટોબર બાદ 1 નવેમ્બરથી એન્ટ્રી ટિકિટ 2500 પ્રવાસીઓ માટે અને વ્યૂવિંગ ગેલેરીમાં 500 પ્રવાસી, એમ પ્રવાસીઓના 5 સ્લોટ પાડવામાં આવ્યા હતા. હાલ પ્રવાસીઓ માટે મોટી વાત એ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની એન્ટ્રીની લિમિટ વધારી દેવાઈ છે.
કોરાના કાળમાં પ્રવાસીઓ પણ ઘરમાં રહી કંટાળી ગયા છે. ત્યારે મોટાભાગના લોકો ગયા એટલે ગુજરાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વધુ આવવાનું પસંદ કરે છે. તેમજ અહી વિવિધ નવી સુવિધાઓનો ઉમેરો પણ કારયો છે. પ્રવાસીઓના બુકિંગને જોઈ SOU માં ટિકિટની મર્યાદા 2500 થી વધારી 7 હજાર વધારવામાં આવી હતી. વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ પાંચ સ્લોટ પ્રમાણે ઓનલાઇન આપવામાં આવતી હતી. નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં પણ સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે
પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરીમાં 500 પ્રવાસીઓની લિમિટ હતી, જેમાં રોજની 5500 પ્રવાસીઓ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ટોટલ 7000 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. કોરોનાકાળમાં લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહિત ભારતભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ત્યારે દિવસેને દિવસે પ્રવાસીઓ ભલે ઓનલાઇન ટિકિટ ન મળે તોય ફરવા માટે sou પર આવી પહોંચ્યા છે. હાલ તંત્ર દ્વારા જે 7 હજાર પ્રવાસીઓની ઓનલાઇન ટિકિટ અપાતી હતી, જેમાં એન્ટ્રી ટિકિટમાં મર્યાદા કાઢી નાખવામાં આવી છે. પરંતુ વ્યૂવિંગ ગેલેરીમાં હજી પણ 7 હજાર પ્રવાસીઓની મર્યાદા પ્રમાણે ટિકિટ અપાય છે. જોકે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે.
આ પણ વાંચો : નેતાજીની પુસ્તકના 6 પાનામાં એવુ તો શું હતું, જેને ભારત સરકારે ગુપ્ત જાહેર કર્યાં...
- 31 ઓક્ટોબરથી અત્યાર સુધી પ્રવાસીઓની સંખ્યાના આંકડા જોઈએ તો...
- નવેમ્બર 2020માં 20 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા
- ડિસેમ્બર 2020 માં 37 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા
અને હવે નવા વર્ષમાં 2021 પણ 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીમાં રોજના 15 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે