અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ સસ્તું, જાણો અમદાવાદમાં શું છે ભાવ
આજથી ઠીક એક વર્ષ પહેલાં 23 જાન્યુઆરી, 2020ના રોજ પેટ્રોલના ભાવ 74.65 રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ 11.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: પેટ્રોલ ડિઝલમાં સતત થઈ રહેલા ભાવવધારાની લોકોના બજેટ પર અસર થઈ રહી છે. હજુ પણ નજીકના ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાના કોઈ અણસાર નથી. અમદાવાદમાં ગઈકાલે પેટ્રોલનો ભાવ 82.79 રૂપિયા અને ડિઝલનો ભાવ 81.45 રૂપિયા હતો. જો કે દિલ્હીમાં આજે પેટ્રોલ 85.70 રૂપિયા, મુંબઇમાં ભાવ 92.28 રૂપિયા, કલકત્તામં 87.11 રૂપિયા અને ચેન્નઇમાં 88.29 રૂપિયા પ્રતિ લીટર છે.
6 જાન્યુઆરી 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વેક્સીનને લઇને આખી દુનિયામાં હલચલ છે. વેક્સીનેશનની શરૂઆત થઇ ચૂકી છે. જેથી ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે, તેની અસર ઘરેલૂ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની આશા ઓછી છે. આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 25 પૈસા વધી ગયા છે. જ્યારે ડીઝલ 26 પૈસા પ્રતિ લીટર મોંઘું થયું છે. ત્યારે અમદાવાદમાં પણ પેટ્રોલ 25 પૈસા મોંઘું થતાં પેટ્રોલનો ભાવ 83.04 રૂપિયા જોવા મળ્યો હતો જ્યારે ડીઝલમાં 27 પૈસાના વધારા સાથે અમદાવાદમાં ડિઝલનો ભાવ 81.72 રૂપિયા થઇ ગયો છે.
ગત વર્ષ કરતાં પેટ્રોલ 11 રૂપિયા, ડીઝલ 8 રૂપિયા મોંઘું થયું
આ મહિને એટલે કે જાન્યુઆરીમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધી 1.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લીટર હતો, હવે આ 85.70 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલ જાન્યુઆરીમાં અત્યાર સુધી 2.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચુક્યું છે. 1 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ડીઝલનો ભાવ 73.87 રૂપિયા પ્રતિ લીટર હતો, જ્યારે આજે 75.88 લીટર છે.
આજથી ઠીક એક વર્ષ પહેલાં 23 જાન્યુઆરી, 2020ના રોજ પેટ્રોલના ભાવ 74.65 રૂપિયા પ્રતિ લીટર હતો, જો આજની તુલના કરીએ તો એક વર્ષમાં પેટ્રોલ 11.01 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઇ ચૂક્યું છે. આ પ્રકારે આજથી વર્ષ પહેલાં 23 જાન્યુઆરી 2020ના રોજ ડીઝલના ભાવ 67.86 રૂપિયા હતા. આજે આ 8.02 રૂપિયા મોંઘું વેચાઇ રહ્યું છે.
દરરોજ 6 વાગ્યે જાહેર થાય છે નવા રેટ
રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરેફરા થયા છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેનો ભાવ બમણો થઇ જાય છે. વિદેશી વિનિમય દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરેફાર થયા છે.
આ રીતે જાણી શકો છો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત
પેટ્રોલ અને ડીઝલની કિંમત તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ IOC તમને સુવિધા આપે છે કે, તમે તમારા મોબાઇલમાં RSP અને તમારો સિટી કોડ લખી 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઇલ પર તરત જ તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના રેટ આવશે. દરેક શહેરનો કોડ અલગ હોય છે, જે આઈઓસી તમને તેની વેબસાઇટ પર આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે