ગુજરાતમાં હજી 12 દિવસ વરસાદ ખેંચાશે, 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ

રાજ્યમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે. જો કે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ નથી. અમદાવાદમાં પણ જૂન મહિનામાં વરસાદના આગમન બાદ છેલ્લા પાંચ દિવસોથી વરસાદ નથી. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં 15 જુલાઇ સુધી રાજ્યમાં 20 મી.મી વધારે વરસાદ દેખાઇ રહ્યો છે. 
ગુજરાતમાં હજી 12 દિવસ વરસાદ ખેંચાશે, 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ

અમદાવાદ : રાજ્યમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે. જો કે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી વરસાદ નથી. અમદાવાદમાં પણ જૂન મહિનામાં વરસાદના આગમન બાદ છેલ્લા પાંચ દિવસોથી વરસાદ નથી. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં 15 જુલાઇ સુધી રાજ્યમાં 20 મી.મી વધારે વરસાદ દેખાઇ રહ્યો છે. 

ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચુકી છે. તેવામાં જો વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે અત્યારે ચોમાસાને બ્રેક લાગી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં એક જુલાઇએ પારો 43.5 ડિગ્રીને સ્પર્શી ગયો છે. 9 વર્ષમાં આવું પહેલીવાર છે કે, ગરમી આ દિવસે આટલા ઉંચા લેવલ સુધી પહોંચી હોય. 

ભારતીય હવામાન વિભાગના અનુસાર મોનસુન પર બ્રેક લાગશે. જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનામાં ચોમાસું હોય છે. આ દરમિયાન ચોમાસામાં પવનોના લીધે સમગ્ર દેશમાં વરસાદ થાય છે. જો કે આ દરમિયાન એક કે બે અઠવાડીયા સુધી વરસાદ પર બ્રેક લાગતી હોય છે.  જેને મોનસુન બ્રેક કહેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news