ગુજરાતભરના માર્કેટ યાર્ડ સતર્ક: આ આગાહી 'છોતરા' કાઢી નાંખશે! આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ

આગાહીને પગલે જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં 27 નવેમ્બર સુધી જણસી ની આવક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં હજુ સુધી કોઈ જાહેરાત નહીં કરતા ખેડૂતો પોતાની જણસી લઈને વેચાણ અર્થે માર્કેટયાર્ડ આવી રહ્યા છે.

ગુજરાતભરના માર્કેટ યાર્ડ સતર્ક: આ આગાહી 'છોતરા' કાઢી નાંખશે! આ જિલ્લાઓમાં જામશે અષાઢી માહોલ

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 થી 28 નવેમ્બર દરમ્યાન કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગાહીને પગલે જિલ્લાના મહુવા માર્કેટયાર્ડમાં 27 નવેમ્બર સુધી જણસી ની આવક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં હજુ સુધી કોઈ જાહેરાત નહીં કરતા ખેડૂતો પોતાની જણસી લઈને વેચાણ અર્થે માર્કેટયાર્ડ આવી રહ્યા છે.

ખેડૂતોનો માલ માવઠાથી પલળે એવી પુરેપુરી શક્યતાઓ
હાલ કપાસ, ડુંગળી અને મગફળી સાથે ઘઉં, ચણા સહિતની જણસ પણ ખેડૂતો મોટા પ્રમાણમાં લાવી રહ્યા છે, પરંતુ ભાવનગર માર્કેટયાર્ડમાં પૂરતી સુવિધા ના અભાવે ખેડૂતોનો માલ માવઠા થી પલળે એવી પુરી શક્યતાઓ જોવાઈ રહી છે, અહીં ખેડૂતોને પૂરતા શેડ નહીં હોવાના કારણે પોતાનો કપાસ, મગફળી સહિતનો પાક ખુલ્લામાં ઉતારવો પડી રહ્યો છે.

ખેડૂતોએ વ્યક્ત કરી વ્યથા
ખેડૂતોનું કહેવું છે કે અમે પાક લઈને માર્કેટયાર્ડ આવીએ પરંતુ પૂરતી સુવિધા નહીં મળતાં માલ ખુલ્લામાં ઉતારવો પડી રહ્યો છે, જેના કારણે અમારો માલ પલળી જવાની સંભાવના છે, કમોસમી વરસાદ વરસે તો પલળી ગયેલા માલના પૂરતા ભાવ પણ અમને મળતાં નથી એવી વ્યથા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.

અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે
મહત્વનું છે કે, ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ રહેશે તે વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા
કમોસમી વરસાદ સામે અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે, તારીખ 24 થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 27 બાદ મજબૂત વિક્ષેપો આવશે, જેનાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. એટલે ધીરે ધીરે શિયાળુ પાકને સાનુકૂળ હવામાન થતુ રહેશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અહીં કોઇક કોઇક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news