NCB એ 2021 બોલાયો સપાટો, 598 કિલો 'સફેદ ઝેર' ઝડપીને 54 આરોપીઓની કરી ધરપકડ

કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય ડ્રગ્સની હેરાફેરી કરવા માટે ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓ માટેનો સિલ્ક રોડ બની ગયો છે એ રીતે ગુજરાતમાં ડ્રગ્સ નું ચલણ ક્યારેય નહોતું પરંતુ તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા સંખ્યાબંધ કેસ કરવામાં આવ્યા છે.

NCB એ 2021 બોલાયો સપાટો, 598 કિલો 'સફેદ ઝેર' ઝડપીને 54 આરોપીઓની કરી ધરપકડ

ઉદય રંજન, અમદાવાદ: કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય ડ્રગ્સની હેરાફેરી કરવા માટે ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓ માટેનો સિલ્ક રોડ બની ગયો છે એ રીતે ગુજરાતમાં ડ્રગ્સ નું ચલણ ક્યારેય નહોતું પરંતુ તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા સંખ્યાબંધ કેસ કરવામાં આવ્યા છે. જેમાં એમડી ડ્રગ્સની સિન્ડિકેટની કમર તોડી નાખવામાં આવી છે. તો આવો જોઈએ વર્ષ ૨૦૨૧ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કેટલા અને કેવા કેવા પ્રકારના મહત્વના કેસ કરવામાં આવ્યા છે.

ચરસના ૮ કેસ કરી ૬૧.૪૩ કિલો મુદ્દામાલ જપ્ત કરી ૨૧ આરોપીઓ ને ઝડપી પાડયા છે.

- ગાંજા ના ૫ કેસ કરી ૪૯૦.૦૩ કિલો મુદ્દામાલ જપ્ત કરી ૧૩ આરોપીઓ ને ઝડપી પાડયા છે.

- ઓપિયમ ડ્રગ્સ ના ૩ કેસ કરી ૧૯.૪૩૯ કિલો મુદ્દામાલ જપ્ત કરી ૫ આરોપીઓ ને ઝડપી પાડયા છે.

- એમ ડી ડ્રગ્સ ના ૩ કેસ કરી ૫.૫૯૩ કિલો મુદ્દામાલ જપ્ત કરી ૯ આરોપીઓ ધરપકડ કરી છે.

- કોકેઇન નો ૧ કેસ કરી ૪.૨૭૫ ગ્રામ મુદ્દામાલ જપ્ત કરી ૧ આરોપી ની કરી ધરપકડ.

- હેરોઇન નો ૧ કેસ કરી ૨.૭૫૭ કિલો મુદ્દામાલ જપ્ત કરી ૨ આરોપીઓ ની કરી છે ધરપકડ. 

- methamphetamine નો ૧ કેસ કરી ૦.૯૭૪ ગ્રામ મુદ્દામાલ જપ્ત કરી ૩ આરોપીઓ ની કરી છે ધરપકડ.

-methaqualone નાં ૨ કેસ કરી ૭.૪૮૭ કિલો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

NCB ની ટીમે ગુજરાતમાંથી મેથાફેટામાઈન ડ્રગ્ઝનો જથ્થો વધુ ઝડપી લેવામાં આવ્યો છે.સામાન્ય રીતે ગુજરાતમાં ચરસ, ગાંજો, અને એમ.ડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે.પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં હિરોઇનનો જથ્થાની હેરાફેરી પણ ગુજરાતમાં જોવા મળી રહી છે અને નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરાદો પાર પાડવા માટે થઈને ગુજરાતના દરિયાઈ માર્ગે આ સફેદ ઝેર દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે.પરંતુ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક રહેતી હોય છે જેથી કરીને દરિયાઈ સીમમાંથી આવતું ડ્રગ્ઝ અને આરોપીઓને દબોચી લેવામાં આવતા હોય છે.

ગુજરાત રાજ્ય આમ તો ડ્રાય સ્ટેટ આવે છે પરંતુ એવો કોઈ નશો નથી કે જે ગુજરાત મળી રહે તો ના હોય એ બાબત હકીકત છે કે નશા નો કાળો કારોબાર ચલાવવો કે પછી તેનું વેચાણ કરવું ગુજરાતમાં લોઢાના ચણા ચાવવા સમાન છે પરંતુ તે છતાંય ગુજરાતના અલગ અલગ બંદરો પરથી ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપાઈ જ જતો હોય છે મહત્વનું છે કે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ આવા કેટલાક જિલ્લાઓમાં ડ્રગ્ઝનો કાળો કારોબાર અને તેની લે-વેચનો સિલસિલો વધુ જોવા મળી રહ્યો છે.બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કુરિયર મારફતે ડ્રગ્ઝ ની હેરાફેરી કરવામાં આવે છે તેને લઈને હાલ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news