ગુજરાત સરકારના આ વિભાગમાં વર્ગ 1 થી 4 માં ઢગલો જગ્યાઓ પર કરાશે ભરતી, મંત્રીની મોટી જાહેરાત

Government Job: ગુજરાતની 16 સરકારી ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપકો સહિત અલગ-અલગ વર્ગમાં ઢગલાબંધ લોકોની જગ્યાઓ ખાલી હોવાની વિધાનસભામાં સરકારની કબુલાત. જાણો સાથે જ સરકારે પોતાના જવાબમાં કહ્યુંકે, ક્યારે ભરવામાં આવશે ખાલી જગ્યાઓ...જાણો ક્યારે કરાશે ભરતી...

ગુજરાત સરકારના આ વિભાગમાં વર્ગ 1 થી 4 માં ઢગલો જગ્યાઓ પર કરાશે ભરતી, મંત્રીની મોટી જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ 1 થી 4 માં 1000 જગ્યા ખાલીઓ ખાલી પડી હોવાની વિધાનસભામાં ગુજરાત સરકારે કબુલાત કરી છે. ગુજરાતના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ અંગેની કબુલાત કરી છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલનો વિધાનસભા ગૃહમાં જવાબ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા જાણવા મળ્યુંકે, ગુજરાતમાં ઈજનેરી વિભાગમાં 1000 થી વધારે જગ્યાઓ ખાલી છે. ત્યારે સવાલ એ થાય છેકે, આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર કેમ નથી કરી રહી ભરતી? 

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સવાલ પૂછ્યો હતોકે, સરકારી ઈજનેરી કોલેજોમાં કેટલી જગ્યાઓ ખાલી છે? તેના બદલે સરકાર તરફથી જવાબ એવો મળ્યોકે, રાજ્યની 16 સરકારી ઈજનેરી કોલેજોમાં 1700 જગ્યાઓ ભરેલી છે. ત્યારે ખાલી જગ્યાઓનો સરવાળો માંડ્યો તો મોટો આંકડો આવ્યો સામે. જુઓ ગુજરાતની સરકારી ઈજનેરી કોલેજોમાં કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે? 

રાજ્યમા કુલ 16 સરકારી ઈજનેરી કોલેજમા ખાલી જગ્યાઓના આંકડા:
વર્ગ 1 ની કુલ 534 જગ્યાઓ પૈકી 316 જગયાઓ ખાલી
વર્ગ 2 ની કુલ 1467 જગ્યાઓ પૈકી 193 જગ્યા ખાલી
વર્ગ 3 ની 475 જગ્યાઓ પૈકી 300 જગ્યાઓ ખાલી
વર્ગ 4 ની 260 જગ્યાઓ પૈકી 201 જગ્યાઓ ખાલી

જાણો ક્યારે કરાશે ખાલી જગ્યાઓ પર ભરતી?
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા સરકારી ઇજનેરી કોલેજો અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ સ્થળો ખાતે ૧૬ સરકારી ઇજનેરી કોલેજો કાર્યરત છે. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકોની વર્ગ-૧માં ૨૧૮, વર્ગ-૨માં ૧૨૭૪, વર્ગ-૩માં ૧૭૫ અને વર્ગ-૪માં ૫૯ જગ્યાઓ ભરવામાં આવેલી છે. જ્યારે બાકીની ખાલી જગ્યાઓ પણ સત્વરે ભરવાનું આયોજન છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news