Lok Sabha Election 2024: એક સમયે કોંગ્રેસ પાસે હતી ગુજરાતમાં 11 લોકસભા, 2024ની ચૂંટણીમાં રહેશે આ રિઝલ્ટ

Gujarat Opinion Poll 2024 : ગુજરાત પર ઝી ન્યૂઝ-મૈટ્રીઝનો ઓપિનિયન પોલ કહે છે કે ફરી એકવાર પીએમ મોદીનો રાજ્યમાં ડંકો વાગશે. ભાજપ તમામ 26 બેઠકો જીતશે. કોંગ્રેસ અને AAPને એક પણ બેઠક નહીં મળે તેવો અંદાજ માંડ્યો

Lok Sabha Election 2024: એક સમયે કોંગ્રેસ પાસે હતી ગુજરાતમાં 11 લોકસભા, 2024ની ચૂંટણીમાં રહેશે આ રિઝલ્ટ

Gujarat Opinion Poll Result : ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાને કારણે છેલ્લા 10 વર્ષથી ભાજપનો મજબૂત ગઢ રહ્યું છે. પાર્ટીએ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી હતી અને કોંગ્રેસને શૂન્ય પર લાવી દીધી હતી. જાણો 2024ની લોકસભા ચૂંટણીને લઈને તાજેતરના ઓપિનિયન પોલમાં કોને કેટલી સીટો મળી છે? આ પોલમાં ભાજપ ફરી એકવાર હેટ્રીક લગાવી રહી છે. 

  • PM મોદી ગુજરાતમાં સતત ત્રીજી વખત પ્રહાર કરશે
  • કોંગ્રેસ અને AAPના ગઠબંધનને રાજ્યમાં બેઠકો નહીં મળે
  • ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપનો અંદાજ
  • 2009માં ગુજરાતમાં કોંગ્રેસ પાસે 11 લોકસભા બેઠકો હતી.

ગઠબંધનનું પરિણામ ચિંતાજનક આવશે 
2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને AAPએ ગઠબંધન કર્યું છે. I.N.D.I.A એલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે, પરંતુ લોકસભા ચૂંટણીના તાજેતરના ઓપિનિયન પોલમાં વિપક્ષને ગઠબંધન પછી પણ કોઈ ફાયદો થતો દેખાતો નથી. ઓપિનિયન પોલમાં ભાજપ માટે ફરીથી ક્લીન સ્વીપ થવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2013ના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તે સમયે રાજ્યમાં 11 સીટો પર કોંગ્રેસનો કબજો હતો, પરંતુ ત્યારથી પીએમ મોદીનો જાદુ રાજ્યમાં સતત કામ કરી રહ્યો છે. 2014માં અને ફરીથી 2019માં ભાજપે તમામ 26 બેઠકો કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 26 બેઠકો મળે તેવી શક્યતાઓ ઓપિનિયન પોલમાં દેખાઈ રહી છે. 

મોદીનો જાદુ અકબંધ રહેશે
ગુજરાત પર ઝી ન્યૂઝ-મૈટ્રીઝનો ઓપિનિયન પોલ કહે છે કે ફરી એકવાર પીએમ મોદીનો રાજ્યમાં ડંકો વાગશે. ભાજપ તમામ 26 બેઠકો જીતશે. કોંગ્રેસ અને AAPને એક પણ બેઠક નહીં મળે તેવો અંદાજ છે. કોંગ્રેસે ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગરની બેઠક AAPને આપી છે. 15 મહિના પહેલા યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી. રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન પછી, AAP નેતા સંદીપ પાઠકે રાજ્યમાં ભાજપને ક્લીન સ્વીપ કરવાથી રોકવાનો દાવો કર્યો હતો.

આપનો ધારાસભ્યો પર સટ્ટો રમાયો 
પાર્ટીએ ભરૂચમાં તેના તેજતર્રાર ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પર ઉતાર્યા છે. કોંગ્રેસે હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી. ભાજપ દ્વારા અનેક સાંસદોની ટિકિટ રદ્દ કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગાંધીનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ સિવાય પાટીલ નવસારી બેઠક પરથી ઉમેદવાર બની શકે છે. હાલમાં ફક્ત આ 2 જ બેઠકો પરથી એક જ નામ ગયું છે. ગુજરાતમાં લોકસભાના ઉમેદવારોના નામ 2 દિવસમાં જાહેર થાય તેવી પૂરી સંભાવના છે. ઓપિનિયન પોલના રિઝલ્ટ કહે છેકે ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ નહીં થાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news