જામનગરના જોડિયામાં સાંબેલાધાર વરસાદ, 7.5 ઈંચ વરસાદથી ફરી પૂર જેવી સ્થિતિ

જામનગર (Jamnagar) માં ફરી એકવાર પૂર સ્થિતિ ઉદભવવાના એંધાણ છે. જામનગરના જોડિયામાં આજે સવારથી જ વરસાદ (heavy rain) તૂટી પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી જોડિયામાં 7.5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જોડિયા (Jodiya) માં ભારે વરસાદ તૂટી પડ્યો છે.  
જામનગરના જોડિયામાં સાંબેલાધાર વરસાદ, 7.5 ઈંચ વરસાદથી ફરી પૂર જેવી સ્થિતિ

મુસ્તાક દલ/જામનગર :જામનગર (Jamnagar) માં ફરી એકવાર પૂર સ્થિતિ ઉદભવવાના એંધાણ છે. જામનગરના જોડિયામાં આજે સવારથી જ વરસાદ (heavy rain) તૂટી પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી જોડિયામાં 7.5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જોડિયા (Jodiya) માં ભારે વરસાદ તૂટી પડ્યો છે.  

જામનગર (jamnagar flood) ના જોડિયા તાલુકામાં આજે માત્ર 6 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધ્રોલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ફરીથી તોફાની બેટિંગની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જોડિયા પંથકમા હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે. 

ભારે વરસાદને પગલે જોડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરક થયા છે. 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તા ઉપર નદી વહી રહી હોય એવાં દૃશ્યો સર્જાયાં છે, જ્યારે સૂર્યા પંથકમાં હજુ વધુ વરસાદ પડે તો અનેક ગામો બેટમાં ફેરવાઈ જાય એવી પરિસ્થિતિ સર્જાઇ છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news