ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ 19 વર્ષીય યુવકનું ઢીમ ઢાળી દીધું!

રૂદરપુરા કુબેરદાસની વાડી પાસે રહેતા 19 વર્ષના યુવકની રવિવારે રાત્રે પોણા બાર વાગ્યે તેના ઘર પાસે પરિણીત પ્રેમીકાના પતિએ તેના ભાઈ સાથે મળી ઢોર મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુવક પરિણીતાના પ્રેમમાં હતો.

 ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ 19 વર્ષીય યુવકનું ઢીમ ઢાળી દીધું!

પ્રશાંત ઢીવરે/સુરત:  પ્રેમીની પ્રેમિકાના પતિએ ભાઈ સાથે મળી હત્યા કરી છે. શહેરના રૂદરપુરા કુબેરદાસની વાડી પાસે રહેતા 19 વર્ષના યુવકની રવિવારે રાત્રે પોણા બાર વાગ્યે તેના ઘર પાસે પરિણીત પ્રેમીકાના પતિએ તેના ભાઈ સાથે મળી ઢોર મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતક યુવક પરિણીતાના પ્રેમમાં હતો. આ વાતની તેના પતિને ખબર પડી જતા તેણે ભાઈ સાથે મળી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. 

સુરતના, રૂધરપુરા ખાતે આવેલ કુબેરદાસની વાડીમાં 19 વર્ષીય દીપેશ સંજય રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. દીપેશ નાનપુરા ખાતે આવેલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો. આજે સવારે દીપેશને પરિવારજનોએ ઉઠાડવા ગયા હતા. જોકે તે ઉઠ્યો નહતો. ત્યારબાદ અઠવાલાઇન્સ પોલીસનો સંપર્ક કર્યો હતો. 

પોલીસે સ્થળે જઇને તપાસ કરતા દીપેશને છાતી, પેટ અને પીઠના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેથી દીપેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દીપેશનું મોત બોથડ પદાર્થ મારવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. 

દિપેશ સંજય રાઠોડનો રૂદરપુરા કુબેરદાસની વાડી નવો ખાડી રોડ ખાતે રહેતા હર્ષદ કહારની પત્ની સાથે પ્રેમસંબંધ હતો. જેની જાણ તેના પતિ હર્ષદ કહારએ તેના ભાઈ ધર્મેશ કહારને કરી હતી. બાદમાં બંને એ સાથે મળી ગત તા 1 જુલાઈના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યે રૂદરપુરા કુબેરદાસની વાડી પાસે દિપેશને ઢોર મારમારી હત્યા કરી હતી.

બનાવ અંગે મૃતક દિપેશના ભાઈ મનિષ સંજય રાઠોડએ ગતરોજ ફરિયાદ નોધાવતા અઠવા પોલીસે કહાર બંધુઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે હર્ષદ કહાર અને તેના ભાઈ ધર્મેશ કહારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news