ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ તૈયાર, જાણો વિગત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ કાર્યક્રમ આઈસીસીને સોંપી દીધો છે. ડ્રાફ્ટ શેડ્યૂલ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં ટક્કર થવાની છે. 

ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ તૈયાર, જાણો વિગત

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ચેમ્પિયન્સ ટ્રોફીના અસ્થાયી કાર્યક્રમમાં પોતાની ટીમનો મુકાબલો ભારત વિરુદ્ધ આગામી વર્ષે 1 માર્ચે રાખ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી તેના પર સહમતિ આપી નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ બોર્ડના એક સીનિયર સભ્યએ બુધવારે પીટીઆઈને આ જાણકારી આપી છે. ટૂર્નામેન્ટ આગામી વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ રિઝર્વ ડે હશે.

લાહોરમાં રાખવામાં આવી ભારતની મેચ
જાણવા મળ્યું છે કે પીસીબી ચેરમેન  મોહસિન નકવીએ 15 મેચનો કાર્યક્રમ સોંપી દીધો છે, જેમાં ભારતની મેચ સુરક્ષા અને લોજિસ્ટિકલ કારણે લાહોરમાં રાખવામાં આવી છે. નકસીને ટી20 વિશ્વકપની ફાઈનલ જોવા માટે બાર્બાડોસમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આઈસીસી બોર્ડના સભ્યએ કહ્યું- પીસીબીએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની 15 મેચના કાર્યક્રમનો ડ્રાફ્ટ સોંપી દીધો છે, જેમાં સાત મેચ લાહોરમાં, ત્રણ મેચ કરાચીમાં અને પાંચ મેચ રાવલપિંડીમાં રાખવામાં આવી છે.

ફાઈનલ લાહોરમાં રમાશે
સૂત્રએ કહ્યું- પ્રથમ મેચ કરાચીમાં રાખવામાં આવી છે, જ્યારે બે સેમીફાઈનલ કરાચી અને રાવલપિંડીમાં જ્યારે ફાઈનલ લાહોરમાં રમાશે. ભારતની બધી મેચ (ટીમના ક્વોલીફાઈ કરવાની સ્થિતિમાં સેમીફાઈનલ સહિત) લાહોરમાં રાખવામાં આવી છે. ભારતને ગ્રુપ એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે. તાજેતરમાં આઈસીસીના ટૂર્નામેન્ટ પ્રમુખ ક્રિસ ટેટલેએ પીસીબી ચેરમેન નકવી સાથે ઇસ્લામાબાદમાં મુલાકાત કરી હતી. આ પહેલા વિશ્વ સંસ્થાની સુરક્ષા ટીમે સ્થળ અને અન્ય વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. 

બીસીસીઆઈ ક્યારે આપશે માહિતી
વર્ષ 2023માં પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ પ્રમાણે એશિયા કપની યજમાની કરી હતી, જેમાં ભારતે પોતાની મેચ શ્રીલંકામાં રમી હતી. ત્યારે સરકારે ખેલાડીઓને સરહદ પાર યાત્રા કરવાની મંજૂરી આપી નહોતી. સૂત્રએ કહ્યું- આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમાનાર બધા દેશ (બીસીસીઆઈ સિવાય) ના બોર્ડ પ્રમુખોએ તેનું સમર્થન કર્યું છે, પરંતુ બીસીસીઆઈ સરકાર સાથે ચર્ચા વિચારણા કરી આઈસીસીને અપડેટ કરશે. તો આઈસીસી કોઈ બોર્ડને પોતાની સરકારની નીતિ વિરુદ્ધ જવા પર બાધ્ય ન કરી શકે, જેનાથી તે જોવાનું રહેશે કે આ મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડ ક્યારે નિર્ણય કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news