Chaturmas 2024 Rashifal: દેવ પોઢી જશે પણ આ રાશિઓનું ભાગ્ય જાગી જશે, જાણો ચાતુર્માસ કઈ કઈ રાશિ માટે શુભ

Chaturmas 2024 Rashifal: ચાતુર્માસ એટલે એ સમયે જેમાં ભગવાન શ્રી હરી યોગ નિંદ્રામાં પોઢી જાય છે. તેથી આ ચાર મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી. ધાર્મિક દ્રષ્ટિએ ચાતુર્માસનું વિશેષ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચાતુર્માસ ખાસ સમય હોય છે. જોકે આ વર્ષનો ચાતુર્માસ ચાર રાશિના લોકો માટે પણ ખાસ રહેશે. 

17 જુલાઈથી 12 નવેમ્બર

1/6
image

17 જુલાઈએ દેવશયની એકાદશીથી ભગવાન યોગ નિંદ્રામાં પોઢી જશે. ત્યાર પછી 12 નવેમ્બર 2024 ના રોજ ભગવાન જાગશે. જો કે 17 જુલાઈથી 12 નવેમ્બર સુધીનો સમય 4 રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે. 

મેષ રાશિ 

2/6
image

મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ કારકિર્દીમાં સફળતા અપાવનાર સાબિત થશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ સુધરશે અને જીવનમાં સકારાત્મકતા આવશે.. સુખમાં વધારો થશે. વેપારીઓ માટે સમય શુભ. 

વૃષભ રાશિ

3/6
image

દેવશયની એકાદશીથી વૃષભ રાશિના લોકોનો ગોલ્ડન પિરિયડ પણ શરૂ થશે. બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. નવી નોકરી પણ મળી શકે છે. આવકમાં વધારો થશે. કારકિર્દી માટે શુભ સમય. 

સિંહ રાશિ

4/6
image

સિંહ રાશિના લોકો માટે પણ ચાર મહિના ફળદાયી રહેશે. આ સમય દરમિયાન કોઈ મોટું અને મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. ધન, પદ અને પ્રતિષ્ઠા વધશે. આવકમાં વધારો થશે. આર્થિક બાબતો માટે સમય સારો. 

કન્યા રાશિ 

5/6
image

કન્યા રાશિ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થવાની છે. આ રાશિના લોકોને મોટો ધન લાભ થઈ શકે છે. ઉન્નતિના રસ્તા ખુલશે. રોકાણ માટે પણ સારો સમય. રોકાણથી રિર્ટન સારું મળશે. નોકરી અને વેપાર માટે લાભદાયી સમય.

6/6
image