ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...

અમદાવાદમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાએ કશ્મીરમાં પથ્થરબાજીની યાદ અપાવી દીધી હતી. ત્યારે હવે પોલીસે કડક કાર્યવાહી કરી કેટલાક કાર્યકરોની ધરપકડ શરૂ કરી છે. પોલીસે શું કરી કાર્યવાહી?

ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...

ઝી બ્યુરો/અમદાવાદ: રાહુલ ગાંધીના નિવેદન બાદ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. રાહુલના નિવેદનને હિન્દુ વિરોધ ગણાવી ભાજપે પ્રદર્શન શરૂ કર્યા છે. અમદાવાદમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાએ કશ્મીરમાં પથ્થરબાજીની યાદ અપાવી દીધી હતી. ત્યારે હવે પોલીસે કડક કાર્યવાહી કરી કેટલાક કાર્યકરોની ધરપકડ શરૂ કરી છે. પોલીસે શું કરી કાર્યવાહી?

  • કોંગ્રેસ કાર્યાલય પર થઈ હતી બબાલ
  • સામ સામે આવી ગયા હતા કાર્યકરો 
  • એક બીજા પર કર્યો હતો પથ્થરોનો વરસાદ 
  • અમદાવાદને કાર્યકરોએ બનાવ્યું હતું કશ્મીર

હવે પોલીસે શરૂ કરી કડક હાથે કાર્યવાહી 
 અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા. કશ્મીરના ભટકેલા યુવાનો જે રીતે સેનાના જવાનો પર પથ્થરમારો કરતાં હતા તેમ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરોને જાણે વરસાદ કર્યો. કેટલાક કાર્યકરો ઘાયલ પણ થયા. સૌથી મોટી વાત એ રહી કે આ આખી ઘટનામાં પોલીસ મુકદર્શક જોવા મળી. પોલીસની હાજરીમાં પથ્થરો ચાલતા હતા પરંતુ એક પણ પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ ન કર્યો. જો કે બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચતા મામલો થાળે પડ્યો હતો.

પથ્થરબાજીની આ ઘટનામાં પોલીસે હવે ફરિયાદ નોંધી 5 આરોપીને ધરપકડ કરી છે. એલિસબ્રિજ પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરી છે. આ કાર્યકરો પર પથ્થરમારો કરવાનો ગુનો દાખલ કરાયો છે. જેની ધરપકડ કરાઈ તેમાં હર્ષ પરમાર, વિમલ પંસારા, મનીષ ઠાકોર, સંજય બારોટ અને મુકેશ દાતણીયાની ધરપકડ કરાઈ છે. CCTV અને વીડિયો ફૂટેજના આધારે પાંચેયની ધરપકડ કરાઈ છે. સાથે જ પોલીસકર્મીઓના નિવેદન પણ લેવામાં આવશે. તો કોંગ્રેસ પણ જો ફરિયાદ કરવા ઈચ્છે તો તેમની પણ ફરિયાદ લેવાની DCPએ તૈયારી બતાવી છે. 

પોલીસે શું કરી કાર્યવાહી? 

  • એલિસબ્રિજ પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરી
  • કાર્યકરો પર પથ્થરમારો કરવાનો ગુનો દાખલ કરાયો 
  • હર્ષ પરમાર, વિમલ પંસારા, મનીષ ઠાકોરની ધરપકડ
  • સંજય બારોટ અને મુકેશ દાતણીયાની ધરપકડ કરાઈ
  • CCTV અને વીડિયો ફૂટેજના આધારે પાંચેયની ધરપકડ

તો અમદાવાદમાં પથ્થરમારાની આ ઘટનાના પડઘાં રાષ્ટ્રીય લેવલે પણ પડ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટના પર ટ્વિટ કરીને ગુજરાત ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે આ હુમલાને કોંગ્રેસ પરનો હુમલો ગણાવ્યો. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર લખ્યું કે, ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલો હુમલો કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશે મારી વાતોને વધારે મજબૂત બનાવે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતને નથી સમજતાં. ગુજરાતની જનતા તેમના આ જુઠ્ઠાણાને સ્પષ્ટ જોઈ શકે છે, અને ભાજપ સરકારને નિર્ણાયક સબક શિખવાડશે. હું ફરીથી કહી રહ્યો છું કે, INDIA ગુજરાતમાં જીતવા જઈ રહ્યું છે. 

રાહુલે શું કર્યું ટ્વીટ?
ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલો હુમલો કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશે મારી વાતોને વધારે મજબૂત બનાવે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતને નથી સમજતાં. ગુજરાતની જનતા તેમના આ જુઠ્ઠાણાને સ્પષ્ટ જોઈ શકે છે, અને ભાજપ સરકારને નિર્ણાયક સબક શિખવાડશે. હું ફરીથી કહી રહ્યો છું કે, INDIA ગુજરાતમાં જીતવા જઈ રહ્યું છે.

  • અમદાવાદને કાર્યકરોએ કશ્મીર બનાવી દીધું હતું. 
  • એક બીજા પર કર્યો હતો પથ્થરોનો વરસાદ 
  • પોલીસે 5 કોંગ્રેસી કાર્યકરોની કરી ધરપકડ 
  • રાહુલ ગાંધીએ ગણાવ્યું ભાજપનું હિંસક કૃત્ય
  • ભાજપે કહ્યું, 'કોંગ્રેસે નિર્દોષો પર ફેંક્યા પથ્થરો'

તો આ અથડામણ પર ભાજપે પણ કોંગ્રેસ પર આકરા વાર કર્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ સામ સામે થયેલી પથ્થરબાજીને કોંગ્રેસ પર થયેલો હુમલો ગણાવ્યો છે. તો ભાજપે કહ્યું કે, કોંગ્રેસ બેબાકળી બની ગઈ છે. નિર્લજ્જતાથી નિર્દોષ માણસો પર પથ્થરો માર્યા.

પથ્થરો મારનારા સામે પોલીસની કાર્યવાહી
ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ રાજકારણ અલગ છે. અહીં બન્ને પાર્ટી એકબીજાનો વિરોધ કરે છે પરંતુ લોકશાહીનો મર્યાદાઓ ક્યારે ઓળંગતી નથી. ક્યારેય હિંસાના દ્રશ્યો સામે નથી આવતાં. બન્ને પાર્ટીના કાર્યકરો સંયમતાથી વિરોધ પ્રદર્શન કરે છે. પરંતુ 2 જુલાઈના દિવસે જે ઘટના બની તેનાથી ગુજરાતમાં લોકશાહીના મુલ્યોને હાની પહોંચી હતી. શાંતિપ્રિય ગુજરાતમાં આવી ઘટના ક્યારેય ચલાવી ન શકાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news