2 વર્ષની કોમળ ફૂલ જેવી દીકરીને સાથે રાખીને કોરોનામાં ડ્યુટી કરે છે મહિલા કોન્સ્ટેબલ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો બેવડી સદી તરફ વધી રહ્યો છે. જ્યારે કે, મોતના આંકડામાં પણ ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જે એક કે બે દિવસમાં સદી ફટકારી દેશે. જ્યારે બીજા શહેરો સુરત, ભાવનગર, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં કેસોની સંખ્યા વધી રહી છે. જે ગુજરાત માટે મોટી ખતરાની ઘંટડી સમાન છે. ત્યારે કોરોના (corona virus) ને અટકાવવા માટે પોલીસ વિભાગ શું કામગીરી કરી રહી છે? પોતાનો જીવ જોખમમાં મૂકીને પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરતી પોલીસ કેવી મુશ્કેલીઓ વચ્ચે ફરજ બજાવે છે તે જોઈએ.
સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો
અલકા દેસાઈ પશ્વિમ કચ્છ-ભુજ પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ પણ બજાવે છે. તેમજ સાથે એક માતા તરીકેની પણ ભૂમિકા ભજવે છે. અલકા દેસાઈ અને તેમના પતિ બંને પોલીસમાં ફરજ બજાવે છે. બંનેને બે વર્ષની કોમળ ફૂલ જેવી દીકરી છે. પોલીસમાં ફરજ બજાવતા અલકા દેસાઈ સાથે ફરજ પર તેમની બે વર્ષની પુત્રી જિયાને પણ સાથે રાખે છે. એક બાજુ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. તેમ છતાં 2 વર્ષની સુંદર બાળકીને લઈને પોતાની ફરજ બજાવવી પડી રહી છે. કેમ કે ઘરે તેને કોઈ રાખી શકે તેમ નથી. હાલ કોરોનાને લઈને સમગ્ર પોલીસ સ્ટાફ 24 કલાક ખડેપગે છે. જેના કારણે બંને પતિ-પત્નીને ફરજ પર હાજર રહેવું પડે છે.
આપણે પોલીસને હંમેશા કડક અને ખરાબ નજરથી જ જોતા હોઈએ છીએ. પોલીસની છાપ આપણા મગજમાં કેવી છે તે કહેવાની જરૂર નથી. પરંતુ તે વિચારતાં પહેલાં એક વાર ચોક્કસ વિચાર કરજો કે આ એ જ પોલીસ છે જે આપણા માટે જીવને જોખમમાં મૂકીને ફરજ બજાવી રહી છે. પોતાના પરિવારને છોડીને પણ આ લોકો તૈનાત રહે છે. અલકાબહેન દેસાઈ ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉહાહરણ છે. કોરોના વાયરસ નાના બાળકો અને વૃદ્ધો પર સૌથી વધુ અસર કરે છે. તેમ છતાં અલકાબહેન પોતાની દીકરીને સાથે લઈને ડ્યૂટી પર જોવા મળે છે.
તો બીજી બાજુ નર્મદા જિલ્લાના એક જ પરિવારની બે દીકરીઓ પણ દેશની સેવા કરી રહી છે. એક બહેન વલસાડના વાપી પોલીસ વિભાગમાં છે. તો બીજી બહેન સુરેન્દ્રનગરના વઢવાણ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે