સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો

સુરત (Surat)માં કોરોનાના કેસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાંદેર વિસ્તારના ના સુલ્તાનિયા જિમખાન પાસે રહેતા 68 વર્ષના વૃદ્ધ હસન ચાચાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમ્યુનિટી સેમ્પલિંગની તપાસમાં તેઓને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જોકે, તબીબીઓ જણાવ્યું કે, લક્ષણ ન હોવા છતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે. આ વિસ્તારમાં કોરોના (corona virus) પોઝિટિવ અહેસાન પઠાણનું મોત થતા અનેક લોકોનું કમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 
સુરતમાં 68 વર્ષના હસનચાચાનો રિપોર્ટ પોઝિટિવ, 8 વર્ષના બાળકમાં દેખાયા શંકાસ્પદ લક્ષણો

તેજશ મોદી/સુરત :સુરત (Surat)માં કોરોનાના કેસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાંદેર વિસ્તારના ના સુલ્તાનિયા જિમખાન પાસે રહેતા 68 વર્ષના વૃદ્ધ હસન ચાચાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમ્યુનિટી સેમ્પલિંગની તપાસમાં તેઓને પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જોકે, તબીબીઓ જણાવ્યું કે, લક્ષણ ન હોવા છતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે. આ વિસ્તારમાં કોરોના (corona virus) પોઝિટિવ અહેસાન પઠાણનું મોત થતા અનેક લોકોનું કમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

સુરતમાં ગઈકાલે વધુ 9 શંકાસ્પદ કેસો નોંધાયા હતા. નવ પૈકી માત્ર એક દર્દી રાજસ્થાનથી આવ્યા હતા. બાકીના 8 દર્દી લોકલ ટ્રાન્સમિશનનો શિકાર હતા. 16 દર્દીઓનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. આમ, સુરતમાં ગઈકાલ સાંજ સુધી 21 પોઝિટિવ કેસ હતા, જ્યારે કે, 211 નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. સુરતમાં દોઢ વર્ષના બાળકને પણ શંકાસ્પદ કોરોના સામે આવ્યો છે. બાળક પરિવાર સાથે ભાવનગરથી આવ્યો હતો. હાલ બાળક શહેરની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. 

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં 1528 લોકો હોમ ક્વોરન્ટાઈન  કરાયા છે. 509 મેડિકલ ટીમે 422991 લોકોની તપાસ કરી છે. તાવ શરદીના 219 કેસો તપાસમાં નોંધાયા. તમામનું સ્ક્રિનિંગ કરી 99 લોકોની ટ્રીટમેન્ટ કરાઈ છે. 1 વ્યક્તિને હોસ્પિટલમાં રિફર કરાઈ છે. ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાં 95 કમ્યુનિટી સેમ્પલ્સ લેવાયા હતા. તમામના સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુરત મનપાના સખી મંડળો પણ હાલ માસ્ક બનાવવાની કામગીરી મોટાપાયે કરી રહ્યાં છે. એક જ દિવસમાં 5000 માસ્ક બનાવ્યા છે. ટૂંક સમયમાં 4 લાખ માસ્ક બનાવશે. જે નગરપાલિકા ખરીદશે. ખાનગી ક્લિનક અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના ડેટા આપવાનો તંત્ર દ્વારા આદેશ કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news