સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે થશે મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલી અરજી પર સુનાવણી
રવિવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો દિવસ બનીને આવ્યો. તહેવારો બાદ રજાનો દિવસ હોવાથી સૌ કોઈ પોતાના પરિવાર અને સ્વજનો, સંગા-સંબંધિઓ અને મિત્ર વર્તુળ સાથે મોરબીના ઝૂલતા પુલ પર હરવા ફરવા માટે આવ્યાં હતાં. જોકે, કમનસીબે તેમને આ પ્રવાસમાં મૃત્યુ મળ્યું અને આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બનીને રહી ગયો.
Trending Photos
નવી દિલ્લીઃ દિવાળી અને નવા વર્ષના તહેવારો પુર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં જાણે ગ્રહણ બેઠું હોય એમ મોરબીમાં ભયાનક હોનારત સર્જાઈ. મોરબીમાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો અને થોડા જ સમયમાં આ પુલ તૂટી પડતાં અનેક લોકો મોતને ભેટ્યાં. આ ઘટનાએ ગુજરાત સહિત દેશભરમાં હડકંપ મચાવી દીધો. ત્યારે આ ઘટના પાછળ કોણ છે જવાબદાર? કોની બેદરકારીના કારણે ગયા નિર્દોષ લોકોના જીવ? આ તમામ મામલો હવે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલી અરજી પર સુનાવણી થશે.
મોરબી પુલ દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગ કરી છેકે, આ દુર્ઘટનાની SC ના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક ન્યાયિક આયોગની રચના કરવામાં આવે. અરજીમાં એવું પણ ટાંકવામાં આવ્યું છેકે, એવી રાજ્ય કમીટીની રચના થવી જોઈએ જે આપણાં ત્યાં આવેલાં જૂના સ્મારકો, પુલોના જોખમને ધ્યાનમાં લે છે. તેની દેખરેખ માટે અંકલન કરે જેથી તેની સુરક્ષા થઈ શકે. એટલું જ નહીં દરેક રાજ્યમાં એક વિશેષ વિભાગની રચના થવી જોઈએ જે આવી દુર્ઘટનાઓની ઝડપથી તપાસ કરે. સાથે જ જાહેર ઉપયોગમાં લેવાતી આવી કોઈપણ ઇમારતમાં શ્રેષ્ઠ ક્વોલિટીનું છેકે નહીં તેનું ચેકિંગ પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છેકે, રવિવારનો દિવસ ગુજરાત માટે ગોઝારો દિવસ બનીને આવ્યો. તહેવારો બાદ રજાનો દિવસ હોવાથી સૌ કોઈ પોતાના પરિવાર અને સ્વજનો, સંગા-સંબંધિઓ અને મિત્ર વર્તુળ સાથે મોરબીના ઝૂલતા પુલ પર હરવા ફરવા માટે આવ્યાં હતાં. જોકે, કમનસીબે તેમને આ પ્રવાસમાં મૃત્યુ મળ્યું અને આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બનીને રહી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે