અંધારામાં ઉંડા તળાવમાં અવળે રસ્તે ચઢી ગઈ હતી કેન્દ્રીય મંત્રી અને ગુજરાતી નેતાની બોટ, પત્ની પણ હતા સાથે
પીએમ મોદીની ખુબ નજીકના સાથી અને કેન્દ્રમાં મંત્રી એવા ભાજપના દિગ્ગજ નેતા સાથે બની આ ઘટના. ઘટનાની જાણ થતાં તે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉંચા નીચા થઈ ગયાં. તાત્કાલિક સ્થાનિક તંત્ર અને રાજ્ય તંત્ર દ્વારા તાત્કાલિક મદદ મોકલવામાં આવી. જાણો આખરે કઈ રીતે બની આવી ઘટના? આ ઘટનામાં કોની હતી બેદરકારી?
Trending Photos
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદીના ખુબ નજીકના ગણાતા વર્ષો જૂના સાથી, કેન્દ્ર સરકારમાં હાલ મંત્રી અને પાકા ગુજરાતી નેતા એવા પુરુષોત્તમ રૂપાલા સાથે ઓડિશામાં વિચિત્ર ઘટના બની. મંત્રીજી ઓડિશાના પ્રવાસે હતા ત્યાં તળાવમાં બોટમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યાં હતાં. એ સમયે તેમની બોટ ઉંડા તળાવમાં અવળે રસ્તે ચઢી ગઈ હતી. જેને કારણે ખાસી વાર સુધી મંત્રીજીનો જીવ પણ પડીકે બંધાયેલો રહ્યો. જ્યારે આ બનાવ બન્યો ત્યારે તેમની સાથે ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા સંબિત પાત્રા પણ બોટમાં હાજર હતાં.
આ પણ ખાસ વાંચોઃ કિસકી મજાલ જો છેડે દિલેર કો...ગુજરાતના આ ગામની સાત સિંહો કરે છે સિક્યોરિટી!
આ પણ ખાસ વાંચોઃ કોણ છે એ ગુજરાતી ગાયિકા જેનું ગીત PM મોદીને પણ ખુબ ગમે છે? Photos Viral
આ પણ ખાસ વાંચોઃ જરા દૂરથી આવ્યા છો તો જમીને જ જજો! ગુજરાતના આ મંત્રી પાસેથી શીખો, નવો ચીલો ચાતર્યો
ઓડિશાના ચિલ્કા તળાવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈ જતી બોટ લગભગ બે કલાક સુધી ફસાઈ ગઈ હતી. ઘટના બાદ પ્રશાસને સાતપારાથી બીજી બોટ મોકલી અને ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અને તેમના સાથીદારોને હેમખેમ તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યાં. ઉંડા તળાવમાં અવળે રસ્તે ચઢેલી બોટે લગભગ બે કલાક કરતા વધારે સમય સુધી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને મુશ્કેલીમાં મુક્યાં હતાં. ઓડિશાના ચિલ્કા તળાવમાં રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને લઈ જતી બોટ લગભગ બે કલાક કરતા વધારે સમય સુધી ફસાઈ ગઈ હતી. એક અધિકારીએ આ માહિતી આપી હતી.
આ પણ ખાસ વાંચોઃ આંગણવાડીની લાખો બહેનો કર્મચારી જ ગણાશે, આંગણવાડી વર્કરને મળશે ગ્રેચ્યુઈટી
આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત કોઈપણ રીતે નહીં પચાવી શકે મકાન કે મિલકત! જાણો હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
આ પણ ખાસ વાંચોઃ કૂતરા રમાડવાનો શોખ હોય તો સોસાયટી સાફ કરવાની તૈયારી રાખજો! જાણો કોર્ટનો ચુકાદો
શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે માછીમારો દ્વારા બિછાવેલી જાળના કારણે બોટ ફસાઈ ગઈ હતી પરંતુ બાદમાં કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની બોટ રસ્તો ભટકી ગઈ છે. ભાજપના રાષ્ટ્રિય પ્રવક્ત સંબિત પાત્રા પણ આ ઘટનામાં બોટમાં તેમની સાથે જ સવાર હતાં. મામલો પ્રકાશમાં આવતાં જ વહીવટીતંત્રે બીજી બોટ મોકલી જેમાંથી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રીને બહાર કાઢીને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવામાં આવ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય કેટલાક સ્થાનિક પક્ષના નેતાઓ પણ રૂપાલા સાથે બોટ પર હાજર હતા. આ ઘટના ત્યારે બની જ્યારે મંત્રીએ ખુર્દા જિલ્લાના બરકુલથી તેમની યાત્રા શરૂ કરી અને બ્લુ લગૂન (ફેરી) દ્વારા પુરી જિલ્લાના સાતપારા જઈ રહ્યા હતા. મંત્રીના કાફલાની ફરજ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, મોટરવાળી બોટ નલબાના પક્ષી અભયારણ્ય પાસે તળાવની વચ્ચે લગભગ બે કલાક સુધી અટવાઈ રહી હતી. બાદમાં મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું, 'અંધારું હતું અને બોટ ચલાવતા નાવિકને પણ માર્ગની જાણ નહોતી. તેથી અમે અમારો રસ્તો ભૂલી ગયા અને બોટ અવળા રસ્તે ચઢી ગઈ હતી. અમને સતપારા પહોંચવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો.'
રૂપાલા પુરી જિલ્લાના કૃષ્ણપ્રસાદ વિસ્તાર પાસે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. જો કે, ઘટના બાદ આ કાર્યક્રમ છેલ્લા ટાઈમે કેન્સલ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે રૂપાલા લગભગ 10.30 વાગ્યે પુરી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી 'સાગર પરિક્રમા' કાર્યક્રમના 11મા તબક્કા હેઠળ માછીમારો સાથે વાતચીત કરવા ઓડિશાની મુલાકાતે છે. અગાઉના દિવસે, તેમણે ગંજમ જિલ્લાના ગોપાલપુર બંદર પર કાર્યક્રમની શરૂઆત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે