Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે આ વસ્તુઓ, આજથી જ અપનાવો આ જાદુઈ ઉપાય

Bad Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ખરાબ લાઈફ સ્ટાઈલ, અનહેલ્ધી ફૂડ હેબિટ અને વ્યાયામ ન કરવાના કારણે રહે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. તેથી જ જરૂરી છે કે તમે બેડ કોલેસ્ટ્રોલને યોગ્ય ડાયટ વડે કંટ્રોલ કરો.

Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે આ વસ્તુઓ, આજથી જ અપનાવો આ જાદુઈ ઉપાય

Bad Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. નાની ઉંમરના લોકોમાં લાઈફસ્ટાઈલ, આહાર અને વ્યાયામના અભાવના કારણે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે. જ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તો તેનાથી હૃદયની બીમારી સાથે જ બ્લડ સુગર અને બીપી જેવી સમસ્યા પણ થાય છે. 

હાઈ કોલેસ્ટ્રોલ ખરાબ લાઈફ સ્ટાઈલ, અનહેલ્ધી ફૂડ હેબિટ અને વ્યાયામ ન કરવાના કારણે રહે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. તેથી જ જરૂરી છે કે તમે બેડ કોલેસ્ટ્રોલને યોગ્ય ડાયટ વડે કંટ્રોલ કરો.

હાર્ટ ફેલ્યોરના મોટાભાગના કેસમાં બેડ કોલેસ્ટ્રોલ વધારે હોવું મુખ્ય કારણ હોય છે. તેવામાં લોકોના મનમાં પણ પ્રશ્ન હોય કે બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેને કંટ્રોલ કેવી રીતે કરવું. બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે દવાઓનું સેવન કરવું જરૂરી હોય છે. પરંતુ તેની સાથે તમે ડાયટમાં કેટલાક ફેરફાર કરીને પણ બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી કંટ્રોલ કરી શકો છો. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર કોલેસ્ટ્રોલની સમસ્યા ખરાબ ડાયટ અને અનહેલ્ધી લાઈફ સ્ટાઈલના કારણે થાય છે. આ ઉપરાંત સ્ટ્રેસના કારણે પણ કોલેસ્ટ્રોલ વધે છે. જો તેને તમે સમયસર મેનેજ કરી લો તો હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઓછું કરી શકાય છે. 

બેડ કોલેસ્ટ્રોલ માટે ડાયટ

બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો ડાયટ બરાબર હોય તે જરૂરી છે. તેના માટે તમારી ડાયટમાં હાઈ પ્રોટીન અને ગુડ ફેટથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો. સાથે જ દિવસ દરમિયાન ડ્રાયફ્રુટ ખાવાનું પણ રાખો. ડાયટમાંથી તળેલી વસ્તુઓને દૂર કરો અને સલાડ તેમજ શાકભાજીનું પ્રમાણ વધારો. ઘઉંને બદલે બાજરો, જવ અને કીનોવાની રોટીનું સેવન કરો. જો તમારી ડાયટમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હશે તો ઇન્સ્યુલિન લેવલ યોગ્ય રહેશે અને નસોમાં ફેટ નહીં જામે.

આ સિવાય ડોક્ટરની સલાહ લઈને કેટલીક એક્સરસાઇઝ કરવાનું પણ રાખો. હાઈ કોલેસ્ટ્રોલ હોય તો ડોક્ટર જોગીંગ કરવાની મનાઈ કરતા હોય છે કારણ કે તેનાથી હૃદય પર જોર વધે છે અને હાર્ટ અટેક પણ આવી શકે છે. તેથી બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ એક્સરસાઇઝ શરૂ કરવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news