સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
Trending Photos
- વરસાદમાં વિપરિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
- વિવિધ ટૂકડીઓને અત્યારથી જ રખાઈ છે અલર્ટ મોડ પર
- વિવિધ ડેમના સ્ટોરેજ અંગે પણ બેઠકમાં કરાઈ ચર્ચા વિચારણા
- હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મહત્ત્વની આગાહી
ગાંધીનગરઃ આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૦૨ જળાશયો એલર્ટ પર અને ૦૧ જળાશય વોર્નિંગ પર હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત SSNNL વિભાગના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં, ઈસરોના અધિકારી દ્વારા જૂન માસમાં સંભવિત વરસાદની શક્યતાઓ અંગે ફોરકાસ્ટની તેમજ કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા ખરીફ પાકની વિગતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીગમાં CWC-Mahi & Tapi Division, ફોરેસ્ટ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, શિક્ષણ, ICDS વિભાગના તથા ઈન્ડિયન આર્મીના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત હાલ ગુજરાતમાં પાણીની તંગીને પહોંચી વળવા માટે પણ સરકાર સજ્જ હોવાનું જાણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છેકે, વરસાદ ખેંતાતા ગુજરાત સરકારની કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવા સરકારનો આદેશ. પીવાના પાણી સાથે સિંચાઈનું પાણી પણ અપાશે. સૌની યોજનામાંથી પુરું પાડવામાં આવશે પાણી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે