Deafness: શું તમે આખો દિવસ હેડફોનનો ઉપયોગ કરો છો? તો કોઈપણ સમયે થઈ જશો બહેરા, અલ્કા યાજ્ઞિકે શેર કર્યો અનુભવ

Side Effects of Headphones: ટેકનોલોજી લોકોના કામ સરળ બનાવવા માટે છે પરંતુ તેનો ઉપયોગ એક લિમિટમાં રહીને કરવો જોઈએ તો જ તે ફાયદો કરે છે. જો તમે હેડફોન જેવી વસ્તુઓનો ઉપયોગ સતત કરો છો તો તે તમને નુકસાન કરવાનું શરૂ કરી દેશે.

Deafness: શું તમે આખો દિવસ હેડફોનનો ઉપયોગ કરો છો? તો કોઈપણ સમયે થઈ જશો બહેરા, અલ્કા યાજ્ઞિકે શેર કર્યો અનુભવ

Side Effects of Headphones: જે લોકો સતત હેડફોનનો ઉપયોગ કરે છે તેમણે સાવધાન થઇ જવાની જરૂર છે. જો તમે હેડફોનનો ઉપયોગ ઓછો નહીં કરો તો તમે પણ અલ્કા યાજ્ઞિકની જેમ એક રેર બીમારીનો શિકાર થઈ શકો છો. જાણીતી ગાયિકા અલ્કા યાજ્ઞિકને સંભળાવવાનું બંધ થઈ ગયું છે. તેમને એક રેર ન્યુરો ડીસઓર્ડર થયો છે જેના કારણે તે સાંભળી શકતી નથી. 

હેલ્થ એક્સપર્ટ અનુસાર એક દિવસમાં 15 થી 20 મિનિટથી વધારે હેડફોનનો યુઝ કરવો જોઈએ નહીં. તો તમે 24 કલાક હેડફોન કાનમાં રાખો છો તો તમારી સાંભળવાની ક્ષમતા પર ખરાબ અસર પડે છે. અલ્કા યાજ્ઞિક એ પણ જ્યારે પોતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપી તો લોકોને સલાહ આપી છે કે હેડફોન અને લાઉડ મ્યુઝિકથી સાવધાન રહો. 

હેડફોનનું વોલ્યુમ 

જો હેડફોનનો ઉપયોગ કરવો જરૂરી જ છે તો તેનું વોલ્યુમ કેટલું છે તે ખાસ ધ્યાન રાખો. એક્સપર્ટ અનુસાર હેડફોનનો ઉપયોગ કરો ત્યારે સાઉન્ડ લેવલ 60 થી 85 ડેસિબલની વચ્ચે જ રહેવું જોઈએ. જો તમે હેડફોનમાં પણ લાઉડ મ્યુઝિક કે લાઉડ વોઇસ રાખો છો તો તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગશે. 

લાઉડ સ્પીકરથી થતું નુકસાન 

કાન માટે ફક્ત હેડફોન્સ જોખમી છે એવું નથી લાઉડ સ્પીકર પણ કાનને નુકસાન કરી શકે છે. પાર્ટીમાં ઘણી વખત લાઉડ સ્પીકરનો ઉપયોગ થતો હોય છે. લાઉડ મ્યુઝિકના કારણે પણ સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. પાર્ટીમાં થોડા કલાકનું એન્જોયમેન્ટ જીવનભર પસ્તાવો કરાવી શકે છે. તેથી આ આદત જો તમને પણ હોય તો અલ્કા યાજ્ઞિકની સલાહ માનીને અત્યારથી જ તને સુધારી લો. 

ટેકનોલોજી લોકોના કામ સરળ બનાવવા માટે છે પરંતુ તેનો ઉપયોગ એક લિમિટમાં રહીને કરવો જોઈએ તો જ તે ફાયદો કરે છે. જો તમે હેડફોન જેવી વસ્તુઓનો ઉપયોગ સતત કરો છો તો તે તમને નુકસાન કરવાનું શરૂ કરી દેશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news