ગુજરાતના આ શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા, જાણો નિયમ

Diwali News: પોલીસ કમિશ્નરના જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ, દિવાળીના તહેવારને લઈ આ શહેરના પોલીસ કમિશ્નરનું જાહેરનામું...દિવાળી પર ફટાકડા ફોડવા માટે બે જ કલાકનો સમય મળશે: આ જગ્યાઓ પર નહીં ફોડી શકાય ફટાકડા, જાણી લો પોલીસના કડક નિયમો

  • રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને જાહેરનામું

  • રાજકોટ પોલીસ કમિશ્નરે  જાહેર કર્યું જાહેરનામું

    રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા

    સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જાહેરનામું

Trending Photos

ગુજરાતના આ શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા, જાણો નિયમ

Diwali 2023 : ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ ખુબ ફટાકડા ફોડીને આ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. ત્યારે ગુજરાતના એક શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ નહીં ફોડી શકાય ફટાકડા. ખુબ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે આ આદેશ. શું છે સમગ્ર મામલો જાણો આ અહેવાલમાં...

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. 

રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું-
રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. આ જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news