અમદાવાદ બાદ સુરતમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને મારી, સોશિયલ મીડિયા પર વીડિયા વાયરલ થયો

સ્પામાં કામ કરતી મહિલા પોતાનો પગાર બાકી હોવાથી તેની માગણી કરવા ગઈ હતી...પરંતુ સ્પાના સંચાલકે પગાર આપવાની જગ્યાએ તેને માર માર્યો હતો...જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અમદાવાદ બાદ સુરતમાં સ્પા સંચાલકે મહિલા કર્મચારીને મારી, સોશિયલ મીડિયા પર વીડિયા વાયરલ થયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ મહિલા સુરક્ષાની ગુલબાંગો ફૂંકતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સામે જ સવાલો ઉભા થઈ રહ્યાં છે. આવો જ વધુ એક કિસ્સો રાજ્યના સુરત શહેરમાં સામે આવ્યો છે. જ્યાં એક સ્પા સંચાલક પોતાના ત્યાં કામ કરતી મહિલા કર્મીને માર મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા કર્મી સ્પા સંચાલક પાસે પોતાના હક્કના પૈસા એટલેકે, પોતાના પગારના પૈસાની માંગણી કરી રહી હોય તેવી દેખાઈ રહ્યું છે. જોકે, મહિલા કર્મી જ્યારે સ્પા સંચાલક પાસે પગારની માંગણી કરે છે ત્યારે તેને માર મારવામાં આવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. 

અમદાવાદ બાદ સુરતમાં બનેલી આ પ્રકારની આ બીજી ઘટના છે. તાજેતરમાં જ અમદાવાદમાં સ્પા માં મહિલાને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. 23 નવેમ્બરના રોજ રાત્રે સુરતમાં આવી ઘટના બની છે. સ્પા સંચાલક પાસે મહિલા કર્મચારી પગારની માંગણી કરે છે ત્યારે તેને માર મારવામાં આવે છે. પાલ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાલ ગામમાં આવી ઘટના બની છે. પાલ ગામના પીપલ્સ વેલનેસ સ્પામાં આવી ઘટના બની છે. 27 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં સિંધુભવન રોડ પર આવી ઘટના બની હતી. 

સુરતના પાલ ગામમાં સ્પામાં બબાલનો વીડિયો વાયરલઃ
 

- સ્પા સંચાલકનો મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો...#Surat #spa #crime #Videoviral #ZEE24kalak #Gujarat pic.twitter.com/kyguCJgj6g

— Zee 24 Kalak (@Zee24Kalak) November 23, 2023

 

મોટોભાગના પુરુષોની માનસિકતા ખરાબ હોય છેઃ એડવોકેટ સોનલ જોષી
એડવોકેટ સોનલ જોષીએ ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, મોટાભાગના પુરુષોની માનસિકતા ખરાબ છે. તેઓ સ્ત્રીઓ પર સતત દબાણ કરી રહ્યાં છે. બહારથી અહીં આવતી મહિલાઓનું પણ સતત શોષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં દેહવ્યાપારમાં પણ વધારો થયો છે. મોટોભાગે સ્પાની આડમાં દેહવ્યાપર જ ચાલતો હોય છે. બહારના દેશમાંથી અહીં આવતી છોકરીઓને અહીંના કાયદા ખબર નથી હોતા. આવા લોકોને અહીં ગુલામ બનાવીને રાખવામાં આવે છે. દરેક રાજ્યમાં આના માટે સ્પેશિયલ સેલ હોવો જોઈએ. પોલીસે આના માટે ડ્રાઈવ ચલાવવી જોઈએ. 

સરકારે મહિલા સલામતી માટે કડક પગલાં લેવા જોઈએઃ જાગૃતિ બેન પંડ્યા
મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન જાગૃતિ બેન પંડ્યાએ ઝી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આવી ઘટના આપણાં બધા માટે ચિંતાનો વિષય છે. મહિલાઓ કામ કરે છે ત્યાં એમનું શોષણ થાય છે. સરકારે આ મુદ્દે કડક પગલાં લેવાની જરૂર છે. આવા કિસ્સામાં દોષિતોને જરૂર સજા થવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news