વડોદરામાં કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર એડવોકેટનું હાર્ટ એટેકથી મોત, લોકોમાં ફફડાટ

વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં હાલ 4500 થી પણ વધુ સિનિયર અને જુનિયર વકીલ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો સાથે જ અહી રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કાયદાકીય કામ અર્થે આવતા હોય છે છતાં કોર્ટ પરિસર માં આરોગ્ય લક્ષી સુવિધા નો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર એડવોકેટનું હાર્ટ એટેકથી મોત, લોકોમાં ફફડાટ

હાર્દિક દીક્ષિત, વડોદરા: રાજ્યમાં હાલ હાર્ટ એટેકના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વડોદરાના એક સિનિયર વકીલનું કોર્ટ કાર્યવાહી દરમિયાન હાર્ટ એટેકને કારણે અવસાન થઈ જતા વકીલ આલમ માં દુઃખની લાગણી પ્રસરી છે. બાળક હોય કે વૃદ્ધ મહિલા હોય કે પછી પુરુષ આ હૃદય રોગ નો હુમલો કોઈને બક્ષતો નથી. જી હા છેલ્લા ઘણા સમય થી રાજ્યમાં હાર્ટ એટેક ના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.ભાગ્યેજ કોઈ ક દિવસ એવો હશે કે તમે હાર્ટ એટેક ના કારણે કોઈ ના મોત ના સમાચાર નહિ સાંભળ્યાં હોય.ત્યારે વડોદરા શહેરમાં પણ આ દિલ નો દુખાવો હાહાકાર મચાવી રહ્યો છે.

હવે આ દિલ ના દુખાવા (HEART ATTACK) એ વડોદરા ડિસ્ટ્રિક કોર્ટ ના દ્વાર ખટખટાવ્યા છે.આજે સવારે વડોદરા ડિસ્ટ્રિક કોર્ટ માં આવેલા એક કોર્ટ રૂમ માં મહત્વપૂર્ણ કેસ અંગે દલિલ ચાલી રહી હતી દરમિયાન શહેરના સિનિયર વકીલ જગદીશ જાધવ ને અચાનક છતી માં તીવ્ર દુખાવો ઉપડયો હતો.
કોર્ટ રૂમ માં કોઈ કશું વિચારે કે સમજે એ પેહલા આ સિનિયર વકીલ જમીન પર ઢળી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોર્ટ કાર્યવાહી દરમિયાન સિનિયર વકીલ જગદીશ જાધવ ને સારવાર મળે એ પેહલા જ તેમને દમ તોડી દિધો હતો જેના કારણે વકીલ આલમ માં સોંપો પડી ગયો હતો. વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં હાલ 4500 થી પણ વધુ સિનિયર અને જુનિયર વકીલ પ્રેક્ટિસ કરી રહ્યા છે તો સાથે જ અહી રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કાયદાકીય કામ અર્થે આવતા હોય છે છતાં કોર્ટ પરિસર માં આરોગ્ય લક્ષી સુવિધા નો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.

ઝી24કલાક સાથે ની વાતચીત માં વડોદરા વકીલ મંડળ ના આગેવાન એડવોટેક રિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે જો આજે કોર્ટ પરિસર માં આરોગ્ય લક્ષી સુવિધા હોત તો કદાચ એક સિનિયર વકીલ નો જીવ બચી ગયો હોત.અહી 108 એમ્બ્યુલન્સ માટે ની જગ્યા ફાળવવામાં આવી છે છતાં એમ્બ્યુલન્સ સહિત ની અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તે ખૂબ ગંભીર બાબત છે.વડોદરા વકીલ મંડળ દ્વારા કોર્ટ પરિસર માં આરોગ્ય લક્ષી સુવિધાઓ વહેલી તકે ઉભી કરવા યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news